Not Set/ Paytm ના માલિકને બ્લેકમેલ કરીને માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, આખો પ્લાન હતો તેમની સેક્રેટરીનો

દિલ્લી પેટીએમના મલિક વિજય શેખર શર્માને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ બ્લેકમેલ કરવામાં એક તેમની સેક્રેટરી હોવાનું બહાર આવ્યું છે. વિજય  શર્માનો પર્સનલ ડેટા ચોરીને તેમને ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણ કર્મચારીની ધરપકડ કરી દીધી છે જેમાં એક મહિલા વિજય શર્માની સેક્રેટરી સોનિયા છે. આ ફરિયાદ […]

Top Stories India Trending
paytm Paytm ના માલિકને બ્લેકમેલ કરીને માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, આખો પ્લાન હતો તેમની સેક્રેટરીનો

દિલ્લી

પેટીએમના મલિક વિજય શેખર શર્માને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. આ બ્લેકમેલ કરવામાં એક તેમની સેક્રેટરી હોવાનું બહાર આવ્યું છે. વિજય  શર્માનો પર્સનલ ડેટા ચોરીને તેમને ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

36865690 10155371723165723 6413171378849054720 n.jpg? nc cat=100& nc ht=scontent.fbom9 1 Paytm ના માલિકને બ્લેકમેલ કરીને માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, આખો પ્લાન હતો તેમની સેક્રેટરીનો

પોલીસે આ મામલે ત્રણ કર્મચારીની ધરપકડ કરી દીધી છે જેમાં એક મહિલા વિજય શર્માની સેક્રેટરી સોનિયા છે.

આ ફરિયાદ મામલે  નોએડાના એસ એસપી અજય શર્માએ જણાવ્યું હતું કે વિજય શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ તેમને બ્લેકમેલ કરી રહ્યું છે. ૨૦ સપ્ટેમ્બરના રોજ વિજયે જયારે આ બાબત પોલીસને જણાવી ત્યારે તેઓ કામ અર્થે જાપાનમાં હતા તે જ દરમ્યાન થાઇલેન્ડથી કોઈ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને કહ્યું હતું કે તેમના અંગત ડેટા તેમની પાસે છે જો તેઓ ૨૦ કરોડ રૂપિયા નહિ આપે તો એ ડેટા જાહેર કરી દેશે તેવી ધમકી આપી હતી.

Image may contain: 1 person

બ્લેકમેલ કરનારે કહ્યું હતું કે જો તેઓ તેનો પર્સનલ ડેટા સાર્વજનિક કરી દેશે તો તેની ઈમેજ ખરાબ થઇ જશે. પોલીસ તપાસ દરમ્યાન  બ્લેકમેલરનું ચોંકાવનારુ નિવેદન બહાર આવ્યું છે. બ્લેકમેલ પાસે ડેટા એડમીન ડીપાર્ટમેન્ટમાં કામ કરનારા દેવેન્દ્ર અને રાહુલે આપ્યા હતા. જયારે આ બંને કર્મચારીઓને ડેટા આપનારું બીજું કોઈ નહી પરંતુ વિજાત શેખરની સેક્રેટરી સોનિયાએ આપ્યા હતા.

વધુમાં બ્લેકમેલરે કહ્યું હતું કે  કુલ કિંમતના ૧૦ ટકા રૂપિયા રાહુલ અને દેવેન્દ્રને મળવાના હતા.

કંપનીના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અને વિજય શર્માના ભાઈએ બ્લેકમેલને પકડી પાડવા માટે તેના ખાતામાં ૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

વિજય શેખરને તેમના જ કંપનીના કર્મચારીઓનું આવું કૃત્ય કરવા બદલ પહેલા તો વિશ્વાસ નહતો આવતો.

ફરિયાદ મળ્યા બાદ નોએડાની પોલીસ સેક્ટર ૫માં આવેલી કંપનીએ પહોચીને ત્રણ આરોપી રાહુલ , દેવેન્દ્ર અને તેમની વિજય શર્માની સેક્રેટરી સોનિયાની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ આખા પ્લાનની માસ્ટર માઈન્ડ બીજું કોઈ નહી  પરંતુ વિજય શર્માની સેક્રેટરી સોનિયા હતી.