Gadkari-Auto sector/ ભારત 2027 સુધીમાં ચીન કરતાં પણ મોટું ઓટો ઉત્પાદક બની જશેઃ ગડકરી

પ્રાગમાં યોજાયેલી 27મી વર્લ્ડ કોંગ્રેસમાં ભારતીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત 2027ના અંત સુધીમાં ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું ઓટો ઉત્પાદક બનવાનું આયોજન ધરાવે છે.

Top Stories India
YouTube Thumbnail 2 2 ભારત 2027 સુધીમાં ચીન કરતાં પણ મોટું ઓટો ઉત્પાદક બની જશેઃ ગડકરી

પ્રાગઃ પ્રાગમાં યોજાયેલી 27મી વર્લ્ડ કોંગ્રેસમાં ભારતીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારત 2027ના અંત સુધીમાં ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી મોટું ઓટો ઉત્પાદક બનવાનું આયોજન ધરાવે છે.

તેમણે વર્લ્ડ રોડ કોંગ્રેસ સમારંભ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણથી ચાર વર્ષમાં વિશ્વના સૌથી મોટા ઓટો ઉત્પાદક બનવાનું આયોજન ધરાવે છે. આ દરમિયાન તેમણે દિલ્હીમાં રિંગરોડ પ્રોજેક્ટ ટુ શરૂ થવાના આયોજન અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રોડ આગામી બેથી ત્રણ મહિનામાં ખુલ્લો મૂકાશે.

માર્ગ અને પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર સાત ગણું વૃદ્ધિ પામ્યું છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટનું કદ નવ વર્ષ પહેલા 4.5 લાખ કરોડ હતું જે આજે વધીને 12.5 લાખ થયું છે. ભારત ગયા વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વના ત્રીજા નંબરનું ઓટોમોબાઇલ માર્કેટ બન્યું છે. ભારતથી આગળ હવે અમેરિકા અને ચીન જ છે.

ભારતમાં વિશ્વના અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક બનવાની જબરજસ્ત ક્ષમતા છે. તેનું કારણ ભારત પાસે મજબૂત એન્જિનીયરિંગ ટેલેન્ટ, નીચો શ્રમ ખર્ચ અને સાનુકૂળ સરકારી નીતિઓ છે. તાજેતરમાં જ વૈશ્વિક ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પણ ભારતમાં કાર પ્લાન્ટ સ્થાપવા વિચારી રહી છે. ચીનની ઇવી જાયન્ટ ભારતમાં એક અબજ ડોલરના ખર્ચે તેનો પ્લાન્ટ સ્થાપવા આયોજન કરી રહી છે. પણ બંને દેશો વચ્ચે સરહદ પરના તનાવના લીધે ભારતે તેની વિનંતી નકારી કાઢી છે.

કોરોનાની કટોકટીના પગલે ભારતમાં સર્જાયેલી સેમી કંડક્ટરની અછતની કટોકટીમાંથી ભારતનો ઓટો ઉદ્યોગ પૂર્વવત સ્થિતિમાં આવી ગયો છે. ઉત્પાદન, વેચાણ અને નિકાસ બધા મોરચે ભારતનો ઓટો ઉદ્યોગ મજબૂત સ્થિતિમાં છે.

 

આ પણ વાંચોઃ માફિયા પર સિકંજો/ જનઆક્રોશનું પ્રતિબિંબઃ અંબાજી પોલીસની ત્વરિત કાર્યવાહી

આ પણ વાંચોઃ #Brutal_murder/ મહીસાગરમાં વિશાલ પાટીલની હત્યામાં મિત્ર જ નીકળ્યો હત્યારો

આ પણ વાંચોઃ Washington/ અમેરિકાનો મોટો ખુલાસો, પાક.મીડિયા પર કબજો કરવા ચીનનો પ્રયાસ