Not Set/ અજબ ગજબ/ MP માં ગ્રામજનોએ કરાવ્યા વાછરડુ અને વાછરડીના લગ્ન, જાણો શું છે ઘટના

તમે છોકરા અને છોકરી વચ્ચે  લવ મેરેજના અનેક કિસ્સા સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે પરંતુ આજે અમે તમને વાછરડુ અને વાછરડીના લવ મેરેજ વિશે જણવા જઈ રહ્યા છે એ જી હા વાછરડા અને વાછરડીના લવ મેરેજ તમે સાચું વાંચ્યું છે. આ ઘટના મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના જાવર તહસીલના ગામ કરમનખેડીની છે જ્યાં  એક વાછરડા અને […]

India
mayaapate 2 અજબ ગજબ/ MP માં ગ્રામજનોએ કરાવ્યા વાછરડુ અને વાછરડીના લગ્ન, જાણો શું છે ઘટના

તમે છોકરા અને છોકરી વચ્ચે  લવ મેરેજના અનેક કિસ્સા સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે પરંતુ આજે અમે તમને વાછરડુ અને વાછરડીના લવ મેરેજ વિશે જણવા જઈ રહ્યા છે એ જી હા વાછરડા અને વાછરડીના લવ મેરેજ તમે સાચું વાંચ્યું છે. આ ઘટના મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના જાવર તહસીલના ગામ કરમનખેડીની છે જ્યાં  એક વાછરડા અને વાછરડીના લગ્ન કરવામાં આવ્યા છે. જેમાં કન્યા વાછરડી હતી, જ્યારે વર વાછરડુ હતું, જ્યારે ગામના લોકો જાનૈયા બન્યા હતા. જ્યારે બેન્ડબાજા સાથે જાન નીકળી ત્યારે દરેક લોકો જોતા રહી ગયા હતા.

મળતી માહિતી અનુસાર બે મહિના પહેલા કરમનખેડી ગામે ગાયનું વાછરડું અને  વાછરડી બહારથી આવ્યા હતા. બંને એક સાથે રહેવા લાગ્યા. તેઓ જ્યાં પણ જતા, સાથે જતાં. બંને વચ્ચેનો પ્રેમ જોઇને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનો પ્રેમ જોયા પછી, બધાએ આ બંનેના લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ગ્રામજનોએ આ માટે નાણાં એકઠા કર્યા. જયારે  ગણેશ પૂજા બાદ બંનેને દુલ્હા-દુલ્હન બનાવવામાં આવ્યા હતા.

આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, વાછરડા અને વાછરડીના સંપૂર્ણ હિન્દુ રિવાજ સાથે લગ્ન કરાવ્યા હતા.. ખાસ વાત એ છે કે લગ્ન કરવા પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. લગ્નના દિવસે, વર પક્ષ વાછરડા તરફથી અર્જુનસિંહ ઠાકુર બેન્ડબાજા સાથે  કન્યા પક્ષ વાછરડીના તેજસિંગ આચાર્યના ઘરે જાન લઈને આવ્યા હતા. અહીં સ્ટેજ સજાવવામાં આવ્યો હતો, જ્યાં એક કરતા વધારે લોકોએ ડાન્સ કર્યો હતો. તે પછી, વર વધુએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈને પતિ પત્ની બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.