Not Set/ ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવીને 7મી વખત “અન્ડર-19, એશિયા કપ” જીત્યો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કોલંબોનાં આર.બી. પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી “અન્ડર-19, એશિયા કપ” ની લો સ્કોરિંગ રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવી અંડર -19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમ 32.4 ઓવરમાં માત્ર 106 રન પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમે સરળતાથી લક્ષ્યનો પીછો કરતાં 33. ઓવરમાં માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ […]

Top Stories Sports
under 19 indian cricket team ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવીને 7મી વખત "અન્ડર-19, એશિયા કપ" જીત્યો
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કોલંબોનાં આર.બી. પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી “અન્ડર-19, એશિયા કપ” ની લો સ્કોરિંગ રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવી અંડર -19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમ 32.4 ઓવરમાં માત્ર 106 રન પર સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમે સરળતાથી લક્ષ્યનો પીછો કરતાં 33. ઓવરમાં માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે સાતમી વખત અંડર -19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તે 1989, 2003, 2012, 2013-14, 2016, 2018 માં પણ આ ખિતાબ જીતી ચૂકી છે. વિશેષ વાત એ છે કે છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ભારતને ગૌરવ છે

વિજયની નજીક આવી ગયુું હતું બાંગ્લાદેશે

બાંગ્લાદેશે 78 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, તન્જીમ હસન શાકિબ (12) અને રકીબુલ હસન (અણનમ 11) ના સ્કોરથી લગભગ અંત તરફ ધકેલાઇ ગયો હતો. જ્યારે બાંગ્લાદેશને લાગ્યું કે તે જીત મેળવશે, ત્યારે અર્થવએ તંજીમ અને પછી બે બોલ બાદમાં શાહિન આલમને આઉટ કરી દેતા તેની આશા ડૂબી ગઈ. અગાઉ બાંગ્લાદેશે શરૂઆતથી વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્રણ રનના કુલ સ્કોર પર, તંજિદ હસન (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી,  અહીંથી વિકેટ પડવાની પ્રક્રિયા શરૂ થઈ. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન અકબર અલીએ સૌથી વધુ 23 રન બનાવ્યા. તેમના સિવાય મૃત્યુજયજય ચૌધરીએ 21 રનનું યોગદાન આપ્યું હતું.

પૃથ્વી ઉપરાંત મેચના

ભારત માટે ‘મેન ઓફ ધ મેચ’ બનેલા અથર્વ સિવાય આકાશ સિંહે ત્રણ વિકેટ પોતાના નામે કરી. સુશાંત મિશ્રા અને વિદ્યાધર પાટિલને એક-એક વિકેટ મળી. ભારતની યુવા ટીમની શરૂઆત પણ સારી નહોતી. ટીમે ત્રણના કુલ સ્કોર પર અજુર્ન આઝાદની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની અંડર -19 એ આઠ રન આપીને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને 53 ના કુલ સ્કોર પર સતત બે આંચકો મળ્યો. શાશ્વત રાવત (19) અને વરૂણ લવાંડે (0) પેવેલિયન પરત ફર્યા હતા. પૃથ્વી પણ બે રન બનાવીને કુલ 61 રન પર આઉટ થયો હતો. એક રન બાદ સુકાની ધ્રુવ પણ પેવેલિયન પરત ફર્યો. અહીંથી, કરણ ટીમને 100 થી આગળ લઈ જવા માટે એકલા લડ્યો હતો. તે ટીમની છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.