Not Set/ રાજધાની એક્સપ્રેસમાં મહિલા સાથે થઇ છેડતી, રેલ્વેએ આપ્યા તપાસના આદેશ

દિલ્હી, દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં એક મહિલાએ ટીટી અને પેન્ટ્રી સ્ટાફ પર છેડતી અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યા બાદ રેલ્વેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહિલાની ઓળખની વ્યક્તિએ મંગળવારે રાત્રે ટ્વીટ કરીને આ કેસની જાણકારી આપી હતી અને રેલ્વે કર્મચારીઓ પર પીડિતાને નશાની દવાઓ આપવનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું છે કે, ‘પેન્ટ્રી સ્ટાફ અને […]

India
aaae 11 રાજધાની એક્સપ્રેસમાં મહિલા સાથે થઇ છેડતી, રેલ્વેએ આપ્યા તપાસના આદેશ

દિલ્હી,

દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં એક મહિલાએ ટીટી અને પેન્ટ્રી સ્ટાફ પર છેડતી અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યા બાદ રેલ્વેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

મહિલાની ઓળખની વ્યક્તિએ મંગળવારે રાત્રે ટ્વીટ કરીને આ કેસની જાણકારી આપી હતી અને રેલ્વે કર્મચારીઓ પર પીડિતાને નશાની દવાઓ આપવનો આરોપ લગાવ્યો હતો.

તેમણે લખ્યું છે કે, ‘પેન્ટ્રી સ્ટાફ અને ટીટીએ ટ્રેનમાં યુવતી સાથે દુર્વ્યવહાર અને છેડતીનો પ્રયાસ કર્યો હતો, તેને નશીલી આઈસ્ક્રીમ આપવામાં આવી. શું રેલ્વે વિરુદ્ધ કોઈ એફઆઈઆર વિના પગલું ભરશે કે પછી તેઓ આમ જ ફરતા રહશે અને અન્ય મુસાફરોને હેરાન કરશે.

તેણે લખ્યું કે, “પીડિતા એક વિદ્યાર્થી છે અને તેને ડર છે કે કાનૂની કાર્યવાહીમાં ફસાઈ ગયા બાદ તે સામાન્ય જીવન જીવી શકશે નહીં.”

તેના સંબંધીએ જણાવ્યું કે મહિલાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા આઈઆરસીટીસી પૂર્વ ઝોને લખ્યું કે, “તમે જે પરેશની થઇ છે તેના માટે અમે દિલગીર છીએ, બધા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે.” સંબંધિત એઓ આર.એન.સી. ને આ મામલે તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને તે અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

રાંચી વિભાગીય રેલ્વેએ વિભાગીય તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.