Not Set/ રાજધાની દિલ્હીની છબી વધુ એક વાર ખરડાઈ : પિતરાઈ ભાઈએ જ ગુજાર્યો ૮ માસની બાળકી પર બળાત્કાર

દિલ્હી, દિલ્હીમાં માણસાઈને મારી નાખે તેવી ઘટના બહાર આવી છે. ભારતની રાજધાની દિલ્હી શહેર કે જેમાં સૌથી વધુ ગુના અને જાતીય સતામણી થાય છે. માત્ર ૮ માસની બાળકી કે જે હજુ સરખી રીતે ચાલતા કે બોલતા પણ નથી શીખી. તે બાળકી પર તેના જ ૨૮ વર્ષના પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતા અને માતા દિલ્હીમાં […]

Top Stories
baby રાજધાની દિલ્હીની છબી વધુ એક વાર ખરડાઈ : પિતરાઈ ભાઈએ જ ગુજાર્યો ૮ માસની બાળકી પર બળાત્કાર

દિલ્હી,

દિલ્હીમાં માણસાઈને મારી નાખે તેવી ઘટના બહાર આવી છે. ભારતની રાજધાની દિલ્હી શહેર કે જેમાં સૌથી વધુ ગુના અને જાતીય સતામણી થાય છે. માત્ર ૮ માસની બાળકી કે જે હજુ સરખી રીતે ચાલતા કે બોલતા પણ નથી શીખી. તે બાળકી પર તેના જ ૨૮ વર્ષના પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાના પિતા અને માતા દિલ્હીમાં શકુરપૂર વિસ્તારમાં રહે છે. તેના પિતા છૂટક મજુરી કરે છે અને માતા ઘરની સાફ સફાઈનું કામ કરે છે. બાળકીના પિતાએ કહ્યું કે, પહેલા હું કામ કરવા ઘરેથી નીકળ્યો પછી મારી પત્ની પણ કામ કરવા બહાર ગઈ હતી. મારી પત્ની એક કલાક પછી પાછી ફરી અને તેણે જોયું કે, મારી દીકરી લોહીમાં લથબથ પડેલી અને રોતી હતી. બાળકીના કપડા અને પથારી લોહીથી ભરેલા હતા.

બાળકીની આવી હાલત જોઇને તત્કાલથી તેના માતા પિતા હોસ્પિટલ લઇ ગયા. હોસ્પીટલમાં તપાસ કર્યા બાદ ખબર પડી કે તેની સાથે રેપ થયો છે.

પોલીસ ફરિયાદમાં પીડિતાના વાલીએ તેમના નજીકના એક સંબંધી પર શંકા વ્યક્ત કરી છે.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતી માલીવાલે ટ્વીટમાં કહ્યું કે, “આનાથી ખરાબ વધુ શું હોય શકે છે. રાજધાનીમાં એક 8 માસની બાળકીની સાથે રેપ થયો છે. તે જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. ઘટનાએ માનવતાને શરમજનક પરિસ્થિતિમાં મુકી છે. આરોપીને એક દીકરી અને એક દીકરો છે, તેમ છતાં તેને આવી કરતૂત કરી છે.”

બીજા એક ટ્વીટમાં તેમણે  લખ્યું કે, “આ માત્ર 8 માસની બાળકી પર રેપ નથી, આ દિલ્હી મહિલા આયોગનો રેપ છે.”
દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક સમયથી રેપની ઘટનામાં વધારો થયો છે.

આ જ મહીને હરિયાણામાં જીન્દમાં ધોરણ ૧૦માં ભણતી કિશોરી પર બળાત્કાર કરીને તેને રેલ્વેના પાટા પર ફેકી દેવામાં આવી હતી.આરોપીએ તેના પ્રાઇવેટ ભાગમાં અણીદાર ચીજો નાખી હતી.
પાનીપતમાં પણ 11 વર્ષની બાળકીની સાથે રેપનો મામલો સામે સામે હતો. મોત થયાં બાદ પણ બાળકી સાથે રેપ કરવામાં આવ્યો હતો.તેના ૨ પડોસી દ્વારા જ આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.