Not Set/ ભારતની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી ‘દુર્ગા’એ પુણેમાં ઉજવ્યો 40મો જન્મ દિવસ

ત્રણ ઓક્ટોબરે દુર્ગા પૂજાનાં દિવસે 1978માં ભારતમાં પહેલી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો એટલે એનું નામ દુર્ગા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ એનું નામ કનુપ્રિયા અગ્રવાલ રાખવામાં આવ્યું. તેઓ 40 વર્ષનાં થઇ ગયા છે અને એમણે પુણેમાં એમનાં જન્મ દિવસનું જશ્ન કર્યું હતું. આ બેબીનાં જન્મ સાથે જ ડો. સુભાષ મુખોપાધ્યાય ભારતનાં પહેલાં ફીઝીશ્યન […]

Top Stories India
test tube baby ભારતની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી ‘દુર્ગા’એ પુણેમાં ઉજવ્યો 40મો જન્મ દિવસ

ત્રણ ઓક્ટોબરે દુર્ગા પૂજાનાં દિવસે 1978માં ભારતમાં પહેલી ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો એટલે એનું નામ દુર્ગા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ એનું નામ કનુપ્રિયા અગ્રવાલ રાખવામાં આવ્યું. તેઓ 40 વર્ષનાં થઇ ગયા છે અને એમણે પુણેમાં એમનાં જન્મ દિવસનું જશ્ન કર્યું હતું.

test tube baby 1 ભારતની પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી ‘દુર્ગા’એ પુણેમાં ઉજવ્યો 40મો જન્મ દિવસ
India’s first test tube baby Durga celebrates 40th birthday in Pune

આ બેબીનાં જન્મ સાથે જ ડો. સુભાષ મુખોપાધ્યાય ભારતનાં પહેલાં ફીઝીશ્યન બની ગયાં હતા જેમણે આ કામ સફળતાપૂર્વક કર્યું હોય. ભારતમાં પહેલીવાર ટેસ્ટ ટ્યુબ બેબી બનાવામાં આવ્યું હતું જયારે દુનિયાનો આ બીજો કેસ હતો. એટલે ડો. સુભાષ મુખોપાધ્યાય દુનિયાના બીજા ડોક્ટર છે આ કામ કરનારા.

કનુપ્રિયા અગ્રવાલે 6 ઓક્ટોબરે પુણેમાં એમનાં પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. પુણેના લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ IMA હોલમાં આ જશ્ન થયું હતું.

હાલ કનુપ્રિયા અગ્રવાલ પાંચ વર્ષની બાળકીની માતા છે અને એમણે એ વાત પર ભાર મુક્યો કે મારા અને મારી દીકરીનાં બાળપણમાં કોઈ તફાવત નથી.  એમણે જણાવ્યું કે, ‘મહારષ્ટ્રમાં આવા કોઈ પ્રોગ્રામ માટે મને બોલવામાં આવી નથી. હું મારો જન્મ દિવસ અહી પહેલીવાર સેલીબ્રેટ કરી રહી છુ. આ એક સમ્માનની વાત છે.’