Not Set/ રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, S-400 મામલે ભારતનું અડગ વલણ

ભારતે રશિયા પાસેથી ખરીદવામાં આવનારી દુનિયાની સૌથી આધુનિક અને શક્તિશાળી રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ S-400, ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમ મામલે પોતાનું વલણ અડગ રાખતા અમેરિકા સમક્ષ પોતાનું  વાતને સ્પષ્ટ કરી દીધી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથેની મુલાકાતમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આપને જણાવી દઇએ કે હાલ અમેરિકન […]

Top Stories India World
s jaysankar3 1 રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, S-400 મામલે ભારતનું અડગ વલણ

ભારતે રશિયા પાસેથી ખરીદવામાં આવનારી દુનિયાની સૌથી આધુનિક અને શક્તિશાળી રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ S-400, ટ્રાયમ્ફ મિસાઈલ સિસ્ટમ મામલે પોતાનું વલણ અડગ રાખતા અમેરિકા સમક્ષ પોતાનું  વાતને સ્પષ્ટ કરી દીધી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથેની મુલાકાતમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. s jaysankar1 રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, S-400 મામલે ભારતનું અડગ વલણ

આપને જણાવી દઇએ કે હાલ અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેઓ એ પ્રથમ દિવસે જ PM મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ પોમ્પિયોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને NAS અજીત ડોભાલ સાથે મુલાકાત કરી ભારત અને અમેરિક વચ્ચે સૈન્ય સુમેળ અને અનેક લશ્કરી મામલે વાટાઘાટો પણ કરી હતી.

s jaysankar2 રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, S-400 મામલે ભારતનું અડગ વલણ

ભારતનાં વિદેશ મંત્રી જયશંકર, માઈક પોમ્પિયોને પ્રથમ વખત જ મળ્યા હતા. બનેં વચ્ચેની મુલાકાત અનેક બાબતે મહત્વ પૂર્ણ જોવામા આવી રહી હતી. અમેરિકા, એશીયા પેસીફીકમાં જ્યારે ભારતને પોતાનું સ્ટ્રેટાઝીક પાર્ટનર તરીકે દર્શાવી રહ્યુ છે ત્યારે બનેં દેશોની દિશા નકકી કરતી મુલાકાત હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અમેરિકી સમકક્ષ માઈક પોમ્પિયોને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત અમેરિકાનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને ભારત-અમેરિકાની ભાગીદારી નવી ઉંચાઈ પર જઈ રહી છે. પરંતુ ભારતનાં વિશ્વનાં અનેક દેશો સાથે સંબંધ છે. જેનો એક આખો ઈતિહાસ છે, માટે અમે એ જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે અને આ રણનૈતિક ભાગીદારીનો એક ભાગ પ્રત્યેક દેશની ક્ષમતા અને બીજાના રાષ્ટ્રીય હિતોનું સમ્માન કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારત-અમેરિકાની રણનૈતિક ભાગીદારી ઉંડી અને વ્ય્યાપક સમન્વય પર આધારીત છે.

s jaysankar3 રશિયન ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, S-400 મામલે ભારતનું અડગ વલણ

આપને જણાવી દઇએ કે ભારતની s-400 મામલે જાહેરાત સમયે અને ખાસ SCO સમિતમાં રશિયા અને ભારતનાં રાષ્ટ્ર પ્રમુખોની મુલાકાત બાદ જગતજમાદારની છાપ ધરાવતા અમેરિકાએ પોતાની આ મામલે તિખી પ્રતિક્રિયા આપી હતી. આ પ્રતિક્રિયા પણ ઘમકીનાં સ્વરુપમાં આપવામા આવી હતી. જોકે માઇકને ભારતનું સ્ટેન્ડ ક્લીયર કરતા જયશંકરે પ્રતિત કરાવી દીધુ છે કે ભારત આવી ધમકીઓને ઘોળીને પીજવા સક્ષમ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન