IND vs AUS 1st Test/ બીજી ઈનિગ્સમાં ભારતનો ધબડકો, ઓસ્ટ્રેલિયા જીત તરફ અગ્રેસર

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે, જ્યાં મેચનો ત્રીજો દિવસ ભારત માટે નિરાશાજનક સાબિત થયો હતો….

Top Stories Sports
1st 86 બીજી ઈનિગ્સમાં ભારતનો ધબડકો, ઓસ્ટ્રેલિયા જીત તરફ અગ્રેસર

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે, જ્યાં મેચનો ત્રીજો દિવસ ભારત માટે નિરાશાજનક સાબિત થયો હતો. ભારતીય ટીમ ત્રીજા દિવસે પોતાની બીજી ઇનિંગમાં 36 રનમાં ઠાર થઇ ગઇ હતી અને ઓસ્ટ્રેલિયાને 90 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

India vs Australia 1st Test: 36/9-India Record Their Lowest-Ever Test Score

બીજા દિવસે ભારત તરફ હતી મેચ

એડિલેડ ઓવલ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનાં બીજા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજા દિવસે ભારતની પહેલી ઇનિંગ્સ 244 રનમાં સમેટાઇ ગઇ હતી. પરંતુ ભારતનાં બોલરોએ મેચમાં વાપસી કરી હતી. આ મેચનાં બીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ માત્ર 191 રનમાં રોકી હતી અને 54 રનની લીડ મેળવી હતી. બીજા દિવસની રમતનાં અંતે, ભારતે તેની બીજી ઇનિંગ્સમાં 9 રન પર 1 વિકેટ ગુમાવી હતી, જો કે તેમણે લીડને 62 રન સુધી પહોંચાડી દીધી હતી.

IND vs AUS 1st Test: India's day, and night at Adelaide | Sports News,The Indian Express

ત્રીજા દિવસે ભારતની ખરાબ શરૂઆત

બીજા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતીય ટીમ આ મેચમાં ઓસ્ટ્રેલિયાથી આગળ હતી. જેની જીતવાની સંભાવનાઓ વધુ દેખાઈ રહી હતી. આવી સ્થિતિમાં મેચને ત્રીજા દિવસે ભારતે સન્માનજનક સ્કોર બનાવવાની જરૂર હતી. પરંતુ રમતનાં ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે યાદગાર રહી. ભારતે તેની બીજી વિકેટ જસપ્રીત બુમરાહનાં રૂપમાં 15 રનનાં સ્કોર પર ગુમાવી દીધી હતી. બુમરાહનાં આઉટ થયા પછી એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમનાં બેટ્સમેનોએ તુ ચલ હુ આઉ શરૂ કરી દીધુ. જે બાદ ભારતે એક પછી એક વિકેટ ગુમાવી હતી અને જોત જોતામાં 15 રનમાં 5 વિકેટ પડી હતી. રહાણે અને પૂજારા જેવા ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

1st 87 બીજી ઈનિગ્સમાં ભારતનો ધબડકો, ઓસ્ટ્રેલિયા જીત તરફ અગ્રેસર

ભારતનો દાવ 36 રને સમાપ્ત થયો

અડધી ઇનિંગ્સમાં ભારતીય ટીમ 15 રને આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીને મોટી આશા હતી. વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું. પરંતુ અહીં વિરાટ કોહલી માત્ર 4 રન બનાવી શક્યો હતો. કોહલી પછી હેઝલવુડ હતો. આ પછી, ભારતનો સૌથી નીચો સ્કોર પર આઉટ થવાનો ભય હતો.

2023 વિશ્વકપ 6 મહિના માટે મુલતવી, જાણો શું છે કારણ

એડિલેડ : ભારત સામે ઓસ્ટ્રેલિયાની હાર બદલ રિકીનું પોઇન્ટીંગ

રાજીવ શુક્લાને મળી શકે છે BCCI તરફથી આ મોટી જવાબદારી

બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો