Washington/ અમેરિકાનાં એક સુપરમાર્કેટમાં અંધાધૂધ ગોળીબાર, 10 લોકોનાં મોતની આશંકા

અમેરિકામાં એકવાર ફરી હિંસાની ઘટના સામે આવી રહી છે. જણાવી દઇએ કે, હવે કોલોરાડો પ્રાંતનાં બોલ્ડરમાં એક સુપરમાર્કટમાં ગોળીબાર થયો છે.

Top Stories World
cricket 48 અમેરિકાનાં એક સુપરમાર્કેટમાં અંધાધૂધ ગોળીબાર, 10 લોકોનાં મોતની આશંકા

અમેરિકામાં એકવાર ફરી હિંસાની ઘટના સામે આવી રહી છે. જણાવી દઇએ કે, હવે કોલોરાડો પ્રાંતનાં બોલ્ડરમાં એક સુપરમાર્કટમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં 10 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ ગોળીબાર દરમિયાન સુપરમાર્કેટમાં નોંધપાત્ર નુકસાન થયું છે. અહી બિલ્ડિંગનાં તૂટેલો કાચ ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે.

કોરોનાનો કહેર / દેશમાં કોરોનાનાં નવા કેસ સામે રિકવર કેસ ઘટ્યા, કુલ મૃત્યુઆંક પહોંચ્યો દોઢ લાખને પાર

અમેરિકાનાં બોલ્ડરમાં સોમવારે એક શંકાસ્પદ આરોપીએ સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર કોલોરાડોનાં કિંગ સુપર માર્કેટમાં બનેલી આ ઘટનામાં 10 લોકોનાં મોતની આશંકા છે. તેમાં સ્થાનિક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદ શખ્સની દબોચી લીધો છે. મળી રહેલી માહિતી અનુસાર આ ગોળીબારમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જે શખ્સને પોલીસે શંકાનાં આધારે દબોચી લીધો છે, તે ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે.

મોટા ફેરફાર / 1 એપ્રિલથી થવાના છે સાત મોટા ફેરફાર, કર્મચારીઓ અને ધંધાર્થીઓ પર પડશે અસર

બોલ્ડર પોલીસ કમાન્ડર કૈરી યમાગુચીએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગોળીબારમાં કેટલા લોકોનાં મોત નીપજ્યાં છે, તે હજી જાહેર કરાયું નથી. અધિકારીઓ એક ઈજાગ્રસ્ત શર્ટલેસ માણસને હથકડી પહેરાવીને દુકાનની બહાર લાવ્યા છે. જો કે, તેણે પુષ્ટિ આપી નથી કે તેણે જ ગોળીબાર કર્યો હતો. બોલ્ડરનાં એટર્ની જનરલ માઇકલ ડોગર્ટીએ જણાવ્યું હતું કે, તંત્રને કેટલા મોત થયા છે તે વિશે અંદાજો છે. અમે નંબર જાહેર કરી રહ્યાં નથી કારણ કે અમે પહેલા તેમના કુટુંબને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ફાયરિંગ પાછળનો હેતુ હજી જાણી શકાયો નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ