ગોળીબાર/ અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબાર, 6 લોકોના મોત 9થી વધુ ઇજાગ્રસ્ત

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા નવ ઘાયલ થયા છે.

Top Stories World
14 1 અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબાર, 6 લોકોના મોત 9થી વધુ ઇજાગ્રસ્ત

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની રાજધાની સેક્રામેન્ટોના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા નવ ઘાયલ થયા છે. સેક્રામેન્ટો પોલીસે આ માહિતી આપી હતી. સેક્રામેન્ટો પોલીસ વિભાગે જણાવ્યું કે ગોળીબાર રવિવારે સવારે થયો હતો. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં લોકો રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા  અનેક એમ્બ્યુલન્સ પણ સ્થળ પરથી જતી જોવા મળી હતી.

પોલીસે આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ એક ટ્વીટમાં જણાવ્યું છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ફોન પર સેક્રામેન્ટો પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જે જગ્યાએ ફાયરિંગની ઘટના બની ત્યાં ઘણી રેસ્ટોરાં અને બાર છે. લોકોને સ્થળ તરફ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

કોમ્યુનિટી એક્ટિવિસ્ટ બેરી ઓક્યુઈસે કહ્યું કે તે ગોળીબાર બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેણે કહ્યું, “મેં ઘણા ઘાયલ જોયા છે. છોકરીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક છોકરી બૂમો પાડી રહી હતી કે તેની બહેનને ગોળી વાગી છે. એક મહિલા તેના પુત્રને શોધી રહી હતી.