Not Set/ ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

હાલ રાજયમાં મ્યુકોરમાઇકોસિસ રોગના કેસ દિનપ્રતિ દિન વધી રહ્યા છે આ એક પ્રકારનું ફંગસ ઇન્ફેકશન છે. જે કોરોનાના દર્દીમાં સારવાર દરમિયાન જોવા મળી રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
A 248 ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

હાલ રાજયમાં મ્યુકોરમાઇકોસિસ રોગના કેસ દિનપ્રતિ દિન વધી રહ્યા છે આ એક પ્રકારનું ફંગસ ઇન્ફેકશન છે. જે કોરોનાના દર્દીમાં સારવાર દરમિયાન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાથી ઠીક થયેલા લોકોમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં મ્યુકોરમાઈકોસિસ બીમારીએ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે.

રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે મ્યુકોરમાઇકોસિસના ઈલાજમાં વપરાતા એમ્ફોટેરેસીન બી  ઈન્જેકશન સરળતાથી દર્દીઓના સગાને મળી રહે તે અંગે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસના કારણે નિધન

રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને પણ પડતર કિંમતે એમ્ફોટેરેસીન બી  ઈન્જેકશન સરળતાથી મેળવી શકે છે. અમદાવાદમાં બે સ્થળોથી દર્દીઓના સગાઓને ઇન્જેક્શન મળશે. સોલા સિવિલ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે.

અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના વિતરણ માટે કમિટી બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ સોલા હોસ્પિટલ ખાતે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનો જથ્થો પહોંચ્યો નથી. એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓના સ્વજનોએ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો :CM રૂપાણી પહોંચ્યા વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની મુલાકાતે, સ્થિતિનો ક્યાસ મેળવ્યો

ઈન્જેકશન લેવા શું જરૂરી 

  • દાખલ દર્દીના કેસની વિગત (ડોકટરના પ્રિસ્ક્રિપ્શન  (ઓરીજન) તેમજ હિસ્ટ્રીશીટ)
  • દર્દીના આધાર કાર્ડની નકલ 
  • મ્યુકોરમાઇકોસિસના નિદાનની નકલ 
  • સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર 

જાણો ક્યાં મળશે ઈન્જેકશન

સરકારે 3.15 કરોડના ખર્ચે પાંચ હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. GMSCL દ્વારા અમદાવાદમાં આવેલી સોલા સિવિલ, SVP હોસ્પિટલ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા ખાતે આવેલી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનનું વિતરણ કરાશે.

આ પણ વાંચો :હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

A 247 ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

sago str 17 ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન