Not Set/ રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનાં આંકમાં વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે, રેમડેસિવિર ઇન્જેક્શન તેમના સ્વજનને કોરોનાથી બચાવવામાં મદદગાર છે.

Top Stories Ahmedabad Gujarat
mmata 108 રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન
  • આશ્રમ રોડની સેવિયર હોસ્પિટલનાં કર્મી સામે ફરિયાદ
  • બોગસ ડોક્યુમેન્ટના આધારે ખરીદ્યા રેમડેસિવિર ઈન્જેક્શન
  • હોસ્પિટલમાં દાખલ દર્દીનાં ડોક્યુમેન્ટ ચોરીને ખરીદ્યા 30 ઈન્જેકશન
  • SVP હોસ્પિટલનાં ફાર્મસી સ્ટોર પરથી ખરીદ્યા રેમડેસિવિર
  • તબીબ દર્દી માટે ઈન્જેકશન લેવા જતા મામલો ખુલ્યો
  • દેવાંગ ઠાકર નામનાં શખ્સ સામે નવરંગપુરમાં ફરિયાદ

રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનાં આંકમાં વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે, રેમડેસિવિર ઈન્જેક્શન તેમના સ્વજનને કોરોનાથી બચાવવામાં મદદગાર છે. ત્યારે આ રેમડેસિવિર ઈન્જેક્શન પર વિશ્વાસ રાખીને આમ તેમ ફરતા લોકો માટે અમદાવાદનો એક કિસ્સો દુઃખ પહોંચાડે તેવો સામે આવ્યો છે.

અમદાવાદ / થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઈટિંગનાં દ્રશ્યો, શબવાહિનીઓની લાંબી લાઈન

અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસો જતા સતત વધી રહી છે. ત્યારે પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો રેમડેસિવિર ઈન્જેક્શનને બમણા રૂપિયા આપીનેે પણ ખરીદવા માંગી રહ્યા છે. અમુક એવા લોકો પણ છે કે, જે આ ઇન્જેક્શનની જમા ખોરી કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો અમદાવાદનાં આશ્રમ રોડ સ્થિત સેવિયર હોસ્પિટલથી સામે આવ્યો છે. આ હોસ્પિટલનો એક કર્મચારી બોગસ ડોક્યુમેન્ટ આપીને મોટી સંખ્યામાં આ ઈન્જેક્શનની જમા ખોરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. આ કર્મચારીએ હોસ્પિટલમાં દાખલ એક દર્દીનાં ડોક્યુમેન્ટ ચોરી કર્યા હતા અને ત્યારબાદ તેણે SVP હોસ્પિટલનાં ફાર્મસી સ્ટોર પરથી રેમડેસિવિરની ખરીદી કરી હતી. સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે તબીબ દર્દી માટે ઈન્જેક્શન લેવા ગયા હતા. આ ઈન્જેક્શનની ચોરી કરનાર શખ્સનું નામ દેવાંગ ઠાકર છે, જેની વિરુદ્ધ નવરંગપુરમાં ફરિયાદ નોંધાઇ છે.

કોરોના કહેર / રાજકોટમાં વધુ 249 કેસ, કોમોડિટી એક્સચેન્જના CEO પી.બી. પાઠકનું કોરોનાથી નિધન, અહીં આ વેપાર-ધંધાઓ કોરોનાની ચેન તોડવા ત્રણ દિવસ બંધ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં બુઘવારે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં 7410 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,67,616 ઉપર પહોચ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ