Not Set/ માત્ર ૧૩ વર્ષની ઉંમરે આ ભારતીય બન્યો સોફ્ટવેર કંપનીનો માલિક

માત્ર ૯ વર્ષની ઉંમરે મોબાઈલ એપ્લીકેશન ડેવલોપ કરનાર ભારતીય દુબઈની સોફ્ટવેર કંપનીનો  માલિક બન્યો છે. ૧૩ વર્ષીય આદિત્ય રાજેશ દુબઈની સોફ્ટવેર કંપનીનો માલિક બન્યો છે. રવિવારે આ વાત જાહેર કરવામાં આવી હતી. આદિત્ય મૂળ કેરળનો રહેવાસી છે. હાલ તે વેબસાઈટ ડીઝાઇન કરવાનું કામ કરે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર ૫ વર્ષની ઉમરમાં આદિત્યએ કોમ્પ્યુટર ચલાવતા […]

World Trending
add માત્ર ૧૩ વર્ષની ઉંમરે આ ભારતીય બન્યો સોફ્ટવેર કંપનીનો માલિક

માત્ર ૯ વર્ષની ઉંમરે મોબાઈલ એપ્લીકેશન ડેવલોપ કરનાર ભારતીય દુબઈની સોફ્ટવેર કંપનીનો  માલિક બન્યો છે. ૧૩ વર્ષીય આદિત્ય રાજેશ દુબઈની સોફ્ટવેર કંપનીનો માલિક બન્યો છે.

રવિવારે આ વાત જાહેર કરવામાં આવી હતી. આદિત્ય મૂળ કેરળનો રહેવાસી છે. હાલ તે વેબસાઈટ ડીઝાઇન કરવાનું કામ કરે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર ૫ વર્ષની ઉમરમાં આદિત્યએ કોમ્પ્યુટર ચલાવતા શીખી લીધું હતું.

૧૩ વર્ષની ઉંમરમાં આદિત્યએ ટ્રીનેટ સોલ્યુશન્સની શરૂઆત કરી હતી. આ કંપનીમાં કુલ ૩ કર્મચારી છે, તમને જાણીને નવાઈ લાગશે કે આદિત્યની કંપનીના બીજા કર્મચારી તેની સાથે સ્કુલમાં ભણતા તેના મિત્રો જ છે.

આદિત્યે કહ્યું હતું કે ૧૮ વર્ષની ઉંમર સુધીમાં હું ખરેખરમાં કંપનીનો માલિક બની જઈશ. જો કે હાલ પણ અમે કંપની તરીકે જ કામ ક્રિયા છીએ. અમે ૧૨ ક્લાયન્ટ્સ સાથે કામ કરીએ છીએ. તેમને ડીઝાઇન અને કોડીંગની અમે ફ્રી સર્વિસ આપીએ છીએ.

આદિત્યએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારો જન્મ કેરળના થીરુવિલામાં થયો હતો. જયારે તે ૫ વર્ષનો હતો ત્યારે તે પોતાના પરિવાર સાથે દુબઈ આવી ગયો હતો. પ્રથમ વખત મારા પિતાએ મને બીબીસી ટાઈપીંગ બતાવી હતી.

આ વેબસાઈટ બાળકો માટે છે કે જેમાં નાની ઉંમરના બાળકો ટાઈપીંગ શીખી શકે છે.