Not Set/ અમેરિકામાં ફરી એકવાર ફાયરીંગ, ટેક્સાસના ચર્ચમાં ગોળીબારો થતાં 27ના મોત

ટેક્સાસ, અમેરિકાના દક્ષિણ ટેક્સાસના એક ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન કરવામાં આવેલ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ આ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે મોડી સાંજે ચર્ચમાં યોજાયેલ પાર્થના સભા દરમિયાન એક બંદુકધારી ચર્ચમાં ઘુસી ગયો હતો […]

Top Stories
texas church અમેરિકામાં ફરી એકવાર ફાયરીંગ, ટેક્સાસના ચર્ચમાં ગોળીબારો થતાં 27ના મોત

ટેક્સાસ,

અમેરિકાના દક્ષિણ ટેક્સાસના એક ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન કરવામાં આવેલ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ આ ગોળીબારમાં ૨૭ લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે મોડી સાંજે ચર્ચમાં યોજાયેલ પાર્થના સભા દરમિયાન એક બંદુકધારી ચર્ચમાં ઘુસી ગયો હતો અને તેણે આડેધડ ફાયરીંગ શરૂ કરી દીધુ હતુ. જેના કારણે ત્યાં હાજર મોટી સંખ્યામાં લોકોને પોતાના બચાવનો પણ સમય મળ્યો નહોતો. ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યુ છે.

માનવામાં આવી રહ્યુ છે કે, મૃતકોની સંખ્યામાં હજી વધારો થઈ શકે છે.

બીજી તરફ સ્થાનિક પોલીસના દાવા મુજબ ફાયરીંગ કરનાર શખ્સને પણ ઠાર કરવામાં આવ્યો છે. અત્યારે જાપાનના પ્રવાસે રહેલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર આ ફાયરીંગ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ પીડિતોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે તેઓ જાપાનથી આ સમગ્ર ઘટનાક્રમ પર સીધી નજર રાખી રહ્યા છે.

મહત્વનુ છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં ટેક્સાસ યુનિવર્સિટીના પોલીસ વિભાગમાં ફાયરીંગ થયુ હતુ, જેમાં એક પોલીસ અધિકારીનુ મોત થયુ હતું. જાકે, ભારે જહેમત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી હતી. ત્યારે એક જ મહિનામાં ટેક્સાસમાં ફરી ફાયરીંગની ઘટના બનતા સમગ્ર વહિવટી તંત્ર ચોંકી ઉઠ્યુ છે. જાકે આ ઘટના પાછળ કોઈ આતંકી સંગઠનનો હાથ છે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.