Not Set/ ધરપકડના ૨૧ મહિના પછી કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે થઇ મુલાકાત

આજથી લગભગ ૨૧ મહિના પહેલા ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની પાકિસ્તાનમાં ધરપકડ થયા બાદ સોમવારે તેમની માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત થઇ છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા અનુમતિ આપ્યા બાદ આ મુલાકાત થઇ હતી. જાધવની સાથે મુલાકાત અડધા કલાક સુધી ચાલી હતી અને આ સમયે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જે પી સિંહ પણ […]

Top Stories
ધરપકડના ૨૧ મહિના પછી કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે થઇ મુલાકાત

આજથી લગભગ ૨૧ મહિના પહેલા ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની પાકિસ્તાનમાં ધરપકડ થયા બાદ સોમવારે તેમની માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત થઇ છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા અનુમતિ આપ્યા બાદ આ મુલાકાત થઇ હતી. જાધવની સાથે મુલાકાત અડધા કલાક સુધી ચાલી હતી અને આ સમયે ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જે પી સિંહ પણ હાજર રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની સરકારે જે પી સિંહની હાજરીને કાઉન્સિલર એક્સેસ ગણાવીને કહ્યું હતું કે, તેમણે કુલભુષણને રાજનયિક પહોંચ માટે મંજુરી આપી છે.

DR4icvKUMAAQqxF ધરપકડના ૨૧ મહિના પછી કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે થઇ મુલાકાત

 

મહત્વનું છે કે, કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી અને અદાલત તેને મોતની સજા સંભળાવી ચુકી છે. જો કે, ત્યારબાદ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાનો અંતિમ ચુકાદો સંભાળાવવા સુધી સજા પર રોક લગાવી હતી.

DR4ieJsVQAUjPvJ ધરપકડના ૨૧ મહિના પછી કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે થઇ મુલાકાત