Not Set/ ચીને રક્ષા બજેટમાં કર્યો ધરખમ વધારો, ભારત માટે વધી મુશ્કેલીઓ

ચીન દ્વારા સતત કરવામાં આવી રહેલ રક્ષા બજેટમાં વધારો ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. ચીન વર્ષ ૨૦૧૮માં પોતાના રક્ષાબજેટમાં ૮.૧ ટકાનો વધારો કરવા જઈ રહ્યુ છે. સામે આવેલ રીપોર્ટ મુજબ, રક્ષા બજેટમાં કરવામાં આવી રહેલ વધારો ગત વર્ષે કરાયેલ વધારા કરતા પણ સાત ટકા વધુ છે. ચીનનુ ગત વર્ષનુ રક્ષા બજેટ ભારત કરતા ૩ […]

World
e2348c78239141910fe78005a73b5e4fd30a0c0c ચીને રક્ષા બજેટમાં કર્યો ધરખમ વધારો, ભારત માટે વધી મુશ્કેલીઓ

ચીન દ્વારા સતત કરવામાં આવી રહેલ રક્ષા બજેટમાં વધારો ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. ચીન વર્ષ ૨૦૧૮માં પોતાના રક્ષાબજેટમાં ૮.૧ ટકાનો વધારો કરવા જઈ રહ્યુ છે. સામે આવેલ રીપોર્ટ મુજબ, રક્ષા બજેટમાં કરવામાં આવી રહેલ વધારો ગત વર્ષે કરાયેલ વધારા કરતા પણ સાત ટકા વધુ છે. ચીનનુ ગત વર્ષનુ રક્ષા બજેટ ભારત કરતા ૩ ગણુ વધુ હતું.

સમાચાર એજન્સી સીન્હુઆના મતે સોમવારથી શરૂ થયેલ ૧૩માં નેશનલ પિપલ્સ કોંગ્રેસના સત્રમાં આ બજેટ રજુ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, ૨૦૧૮નું ચીનનુ રક્ષા બજેટ ૧૧૧૦ કરોડ યુઆન (૧૭૫ અબજ ડોલર) એટલે કે ૧૧૩૭૫ અબજ રૂપિયાથી પણ વધુ હશે.

ચીનના નેશનલ પિપલ્સ કોંગ્રેસના પ્રવક્તા ઝાંગ યેશુઈએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે, દુનિયાના ટોચના દેશોની તુલનામાં ચીનનું રક્ષા બજેટ જીડીપીનો બહુ નાનો ભાગ છે. ઝાંગે જણાવ્યુ હતું કે ચીનનો પ્રતિ વ્યક્તિ રક્ષા ખર્ચ અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે.

ચીને ગત વર્ષે રક્ષા ક્ષેત્રે ૧૫૧ અબજ ડોલર એટલે કે ૯૮૧૫ અબજ રૂપિયાની ફાળવણી કરી હતી. જોકે તેમ છતાં તે અમેરિકાના રક્ષા બજેટ ૬૦૩ અબજ ડોલર એટલે કે ૩૯૧૯૮ અબજ રૂપિયાના ચોથા ભાગનુ જ હતુ. જોકે ચીનનુ રક્ષા બજેટ ભારત કરતા ત્રણ ગણુ વધુ છે.

ભારતનુ રક્ષા બજેટ ૫૨.૫ અબજ ડોલર એટલે કે ૩૪૦૯ અબજ રૂપિયાનુ હતું.  મહત્વનુ છે કે, ભારતે ચીન તરફથી સુરક્ષાની દ્રષ્ટીએ અનેક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ચીનનુ બજેટ ભારત માટે ચિંતાનો વિષય છે.