Not Set/ પોર્ન સ્ટાર મામલો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે બે મહિના બાદ તોડ્યું મૌન

અમેરિકા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પોર્નસ્ટારના મામલે મૌન તોડ્યું દીધું છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે બે મહિના બાદ પોર્નસ્ટારે લગાવેલા આરોપોને નકારી દીધાં છે. તેમણે કહ્યું છે કે 82.69 લાખ રૂપિયાની કોઈ ચુકવણી નથી કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ખુલાસો અમેરિકાના એક અખબાર ‘ ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રીપોર્ટમાં એવો […]

World
1678799 eaffcfdddccebbbcaabaea 1522982134 445 પોર્ન સ્ટાર મામલો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે બે મહિના બાદ તોડ્યું મૌન

અમેરિકા,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પોર્નસ્ટારના મામલે મૌન તોડ્યું દીધું છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે બે મહિના બાદ પોર્નસ્ટારે લગાવેલા આરોપોને નકારી દીધાં છે. તેમણે કહ્યું છે કે 82.69 લાખ રૂપિયાની કોઈ ચુકવણી નથી કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ ખુલાસો અમેરિકાના એક અખબાર ‘ ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સાથે સંબધ બાંધ્યાં હતાં અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચુપ રહેવા માટે લાખો રૂપિયા આપ્યા હતાં. અખબારના મતે ટ્રમ્પે 2006ની સાલમાં સ્ટોર્મી ડેનિયલ્સને એક ગોલ્ફ મેચ દરમ્યાન મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિના એક ખાનગી વકીલે જાહેરમાં તેનો ઉલ્લેખ કરવા માટે ક્લીફોર્ડને 82.69 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. અખબારે કહ્યું હતું કે, ક્લીફોર્ડને વર્ષ 2016માં ટ્રમ્પની સાથે સંબંધોને લઈ વાત કરવા માટે રાજી થઈ ગઈ હતી. પરતું ચુંટણી પહેલાં ટ્રમ્પ અને ક્લીફોર્ડની વચ્ચે કરાર થયો હતો જેથી આ વાતને જાહેર ના કરે.

જયારે અમેરિકાના રાષ્ટ્રપતિને સવાલ કરવામાં આવ્યો કે શું તેમને પોર્નસ્ટારને ફ્લેટ આપવાની વાત કહી હતી, તો ટ્રમ્પે આ વાતને નકારી દીધી હતી અને વર્ષ 2016માં થયેલા ચુંટણીમાં રૂપિયા આપવાની વાતને પણ નકારી દીધી હતી. જયારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે કોહેન દ્વારા કરવામાં આવેલુ પેમેન્ટ ક્યાંથી આવ્યું? તો આ વાતના જવાબમાં તેમણે કહ્યું મને નથી ખબર. ટ્રમ્પે કહ્યું કે મને નથી ખબર કે કોહેને પેમેન્ટ ક્યાંથી કરવામાં આવ્યું, આ વિશે માઈકલ કોહેનને પૂછવું જોઈએ કારણ કે તે મારો વકીલ છે.