Not Set/ ફેસબુક ડેટા લીક મામલો : ભારતે કેમ્બ્રિઝ એનાલિટિકાને મોકલી નોટીસ, ૩૧ માર્ચ સુધી આપવા પડશે ૬ પ્રશ્નના જવાબ

નવી દિલ્લી, ભારત સરકારના ઈલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટએ ફેસબુકને ડેટા ચોરી મામલે કેમ્બ્રિજ એનાલીટીકાને નોટીસ મોકલી છે. ૩૧ માર્ચ સુધી તેમણે મોકલેલા ૬ પ્રશ્નોનો જવાબ આપવાનું કહ્યું છે. આ પ્રશ્નમાં કંપનીએ ક્યાં યુઝર્સનો ડેટા કલેક્ટ કર્યો છે, આ ડેટાનો ઉપયોગ ક્યાં કર્યો છે, ક્યાં યુનિટ્સની મદદ લીધી છે અને ઉપયોગકર્તાની મજુરી લીધી છે કે નહી તે પૂછ્યું […]

Top Stories
63436768 ફેસબુક ડેટા લીક મામલો : ભારતે કેમ્બ્રિઝ એનાલિટિકાને મોકલી નોટીસ, ૩૧ માર્ચ સુધી આપવા પડશે ૬ પ્રશ્નના જવાબ

નવી દિલ્લી,

ભારત સરકારના ઈલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટએ ફેસબુકને ડેટા ચોરી મામલે કેમ્બ્રિજ એનાલીટીકાને નોટીસ મોકલી છે. ૩૧ માર્ચ સુધી તેમણે મોકલેલા ૬ પ્રશ્નોનો જવાબ આપવાનું કહ્યું છે. આ પ્રશ્નમાં કંપનીએ ક્યાં યુઝર્સનો ડેટા કલેક્ટ કર્યો છે, આ ડેટાનો ઉપયોગ ક્યાં કર્યો છે, ક્યાં યુનિટ્સની મદદ લીધી છે અને ઉપયોગકર્તાની મજુરી લીધી છે કે નહી તે પૂછ્યું છે.

આની પહેલા આ જ અઠવાડિયામાં કાનુન મંત્રી શંકર પ્રસાદએ સોશિયલ મીડિયામાં ફેસબુકને સાવચેત કર્યું હતું કે ચુંટણી દરમ્યાન જો તેનો કોઈ મિસયુઝ કરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

ટેકનોલોજી અને કાનુન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આપણી સરકાર પ્રેસ, ભાષણ અને અભિવ્યક્તિની આઝાદીનું પૂરું સમર્થન કરે છે. સાથે જ સોશિયલ મીડિયામાં પોતાના વિચારોને આદાન- પ્રદાન કરવાની પણ સ્વતંત્રતા ધરાવે છે. તેમણે કહ્યું કે ફેસબુકની સાથે સાથે કોઈ પણ સોશિયલ મીડિયા પર કોઈ દેશની ચુંટણીને લઈને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે તો તે ચલાવી લેવામાં નહિ આવે. આઈટીની કાનૂની કાર્યવાહી હેઠળ નિયમોનું જો ઉલ્લંઘન થશે તો તેની પર કડક પગલા લેવા માટે અમે પાછીપાની નહી કરીએ.

Image result for ravishankar prasad

પ્રસાદ એ વધુમાં કીધું હતું કે જો વધુ જરૂર જણાશે તો આ મામલા પર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ભારતમાં અદાલતમાં હાજર રહેવા માટે લેખિત સુચના મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફેસબુક દ્વારા ભારતીય યુઝર્સના ડેટા ચોરી થવાના સમાચાર સામે આવતા રવિશંકર પ્રસાદએ ફેસબુકને ચેતવણી આપી છે.

આજે ભારતભરમાં કુલ વાપરનારા યુઝર્સની સંખ્યા ૨૦ કરોડથી પણ વધુ છે. તેવામાં જો કોઈ યુઝર્સના ડેટાની ચોરી કરીને તેનો મિસયુઝ કરે તો તે ગેરકાનૂની ગણાશે. ભારત સરકાર આ કામ કરનાર પર કડક કાર્યવાહી કરશે તેવું પ્રસાદએ કહ્યું હતું. ફેસબુકના સીઈઓ માર્કને પણ આગવા કર્યા છે કે જો ભારતીય યુઝર્સનો ડેટા ચોરીનો અમ્મલો સામે આવશે તો કાનૂની કાર્યવાહી થશે. રવિશંકરએ કહ્યું કે ભારતમાં અમે એફનીની પ્રોફાઈલને આવકારીએ છીએ પરંતુ ભારતીયના કોઈ ડેટાના આકડાની ચોરીને ચલાવી લેવામાં નહિ આવે.ફેસબુકનું ડેટાલીકનું કૌભાંડ સામે આવ્યા બાદ  તેના દરેક સિક્યોરીટી ફીચર  હાલ શંકાના દાયરામાં છે.