Not Set/ જાપાન : રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થવાથી ૪૨ લોકો ઘાયલ, કારણ અકબંધ

ઉત્તર જાપાનમાં સોપ્પોરો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૪૦થી પણ વધારે લોકો ઘાયલ થાય હતા. વિસ્ફોટની જાણ થતા ૨૦ ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચી ગયા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આજુબાજુના બિલ્ડીંગ અને મકાનો પણ હલી ગયા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે ૪૨ લોકો ઘાયલ થયા છે. ૪૨માંથી માત્ર ૧ […]

World
sapporo જાપાન : રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થવાથી ૪૨ લોકો ઘાયલ, કારણ અકબંધ

ઉત્તર જાપાનમાં સોપ્પોરો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૪૦થી પણ વધારે લોકો ઘાયલ થાય હતા.

વિસ્ફોટની જાણ થતા ૨૦ ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચી ગયા હતા.

વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આજુબાજુના બિલ્ડીંગ અને મકાનો પણ હલી ગયા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે ૪૨ લોકો ઘાયલ થયા છે. ૪૨માંથી માત્ર ૧ વ્યક્તિ જ ગંભીર ઘાયલ થયો છે બાકી બીજા લોકોને સામાન્ય ઈજા પહોચી છે.

Site of explosion in Sapporo

ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

૨ માળના આ રેસ્ટોરન્ટમાં થયેલ વિસ્ફોટનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.