Not Set/ ફિલિપિન્સ-કેનેડા વચ્ચે થઇ શકે છે યુદ્વ – કારણ જાણીને ચોંકી જશો

સમગ્ર વિશ્વમાં આવનારા ભવિષ્યમાં પાણીને લઇને યુદ્વ છેડાશે તેવી ચર્ચા થતી હોય છે પરંતુ કચરાને લઇને પણ યુદ્વ થાય તે બાબત સૌને અચરજ પમાડે તેવી છે. જી હા, આવું થઇ શકે છે. વાત એમ છે કે ફિલિપિન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી છે કે, જો કેનેડા તેનો કચરો પરત નહીં લઇ જા તો તેની સામે […]

World Trending
Garbage ફિલિપિન્સ-કેનેડા વચ્ચે થઇ શકે છે યુદ્વ – કારણ જાણીને ચોંકી જશો

સમગ્ર વિશ્વમાં આવનારા ભવિષ્યમાં પાણીને લઇને યુદ્વ છેડાશે તેવી ચર્ચા થતી હોય છે પરંતુ કચરાને લઇને પણ યુદ્વ થાય તે બાબત સૌને અચરજ પમાડે તેવી છે. જી હા, આવું થઇ શકે છે. વાત એમ છે કે ફિલિપિન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી છે કે, જો કેનેડા તેનો કચરો પરત નહીં લઇ જા તો તેની સામે યુદ્ધ શરૂ કરી દેશે.

વિગતવાર જોઇએ તો વર્ષ 2013-14માં કેનેડાએ રિસાઇકલિંગ માટે કચરાના કેટલાંક કન્ટનેટર ફિલિપિન્સ મોકલાવ્યા હતા. ફિલિપિન્સનો આરોપ છે કે આ કન્ટેનરોમાં ઝેરી કચરો ભરેલો હતો. તેથી કેનેડાએ તે પરત લઇ લેવો જોઇએ. હાલમાં જ ફિલિપિન્સની એક ન્યૂઝ વેબસાઇટે દાવો કર્યો છે કે, કેનેડાએ 5 વર્ષ અગાઉ અંદાજિત 100 કન્ટેનર મોકલાવ્યા હતા. જેમાં માત્ર પ્લાસ્ટિક હોવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ કસ્ટમ અધિકારીઓએ તેમાં ગંદા ડાઇપર અને કિચનનો સામાન પણ મોકલાવ્યો હતો.