Not Set/ UAE બાદ PM નરેન્દ્ર મોદીને હવે રશિયાનું સર્વોચ્ચ સન્માન પ્રદાન કરાશે

મોસ્કો, સંયુક્ત આરબ અમીરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાયેદ મેડલથી સન્માનિત કરાયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ પ્રદાન કરવામાં આવશે. મોદીને આ સન્માન રશિયા અને ભારતની વચ્ચે વિશેષાધિકૃત ડિપ્લોમેટિક સહયોગને આગળ ધપાવવા માટે આપવામાં આવશે. જણાવી દઇએ કે અગાઉ આ જ વર્ષે ભારતના વડાપ્રધાનને સંયુક્ત […]

Top Stories World
Narendra Modi Medal UAE બાદ PM નરેન્દ્ર મોદીને હવે રશિયાનું સર્વોચ્ચ સન્માન પ્રદાન કરાશે

મોસ્કો,

સંયુક્ત આરબ અમીરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાયેદ મેડલથી સન્માનિત કરાયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ પ્રદાન કરવામાં આવશે. મોદીને આ સન્માન રશિયા અને ભારતની વચ્ચે વિશેષાધિકૃત ડિપ્લોમેટિક સહયોગને આગળ ધપાવવા માટે આપવામાં આવશે.

જણાવી દઇએ કે અગાઉ આ જ વર્ષે ભારતના વડાપ્રધાનને સંયુક્ત આરબ અમીરાત દ્વારા જાયેદ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાયેદ મેડલ કોઇ દેશના રાષ્ટ્રાધ્યક્ષ મળતું સર્વોચ્ચ સન્માન છે. બને દેશો વચ્ચેની મિત્રતા અને રાજનૈતિક સંબધોને મજબૂત કરવા બદલ મોદીને આ સન્માનથી નવાજીત કરાયા હતા.

PM ને અન્ય બે પુરસ્કારથી કરાયા સન્માનિત

આ વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાઉથ કોરિયા તરફથી સિયોલ શાંતિ પુરુસ્કાર પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પર્યાવરણના ક્ષેત્રમાં યોગદાન માટે મોદીને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રનું ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નવી દિલ્હીમાં મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.