Not Set/ અમેરિકા – બાલ્ટીમોરમાં હુમલાખોરનો અંધાધૂંધ ગોળીબાર, 7 ઘાયલ

વોશિંગ્ટન, અમેરિકામાં વારંવાર ફાયરિંગની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકાના બાલ્ટિમોરમાં એક હુમલાખોરે રસ્તા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકની હાલત ખૂબજ ગંભીર છે. શહેરના પોલિસ કમિશનરે આ બાબતની જાણકારી આપી હતી. હૈરિસન અનુસાર એક અશ્વેત વ્યક્તિએ ભીડમાં ઘૂસીને ગોળીબાર શરૂ […]

World
Baltimore Shooting અમેરિકા – બાલ્ટીમોરમાં હુમલાખોરનો અંધાધૂંધ ગોળીબાર, 7 ઘાયલ

વોશિંગ્ટન,

અમેરિકામાં વારંવાર ફાયરિંગની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકાના બાલ્ટિમોરમાં એક હુમલાખોરે રસ્તા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં એકની હાલત ખૂબજ ગંભીર છે. શહેરના પોલિસ કમિશનરે આ બાબતની જાણકારી આપી હતી.

હૈરિસન અનુસાર એક અશ્વેત વ્યક્તિએ ભીડમાં ઘૂસીને ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલો ઇરાદાપૂર્વક કરાયા હોવાનું માલુમ પડ્યું છે પરંતુ તેના પાછળના બદઇરાદાઓનો ખુલાસો નથી થયો. આ સિવાય એક અન્ય હુમલાખોર પણ હાજર હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

બાલ્ટીમોરનો ખરાબ રેકોર્ડ

અમેરિકાનું બાલ્ટીમોર સુરક્ષા અને સલામતી માટે ખૂબજ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. તેથી જ શહેરની સુરક્ષા એ પોલિસ માટે પડકારજનક બની રહે છે. અહીંયા 2 વર્ષમાં 300 થી વધુ લોકોનો નરસંહાર થયો છે.

કેલિફોર્નિયામાં શનિવારે થયો હતો ગોળીબાર

કેલિફોર્નિયામાં શનિવારના રોજ એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થનસ્થળ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક વૃદ્વ મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલિસે 19 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ યહૂદી વિરોધી વિચારધારાને હરાવવાની હાકલ કરી હતી અને અમેરિકામાં રહેતા યહૂદી સમુદાય પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી.