Not Set/ પાકિસ્તાન હાફિઝ સઈદની ધરપકડ કરે : અમેરિકા

અમેરિકા, અમેરિકાએ પાકિસ્તાનને કહ્યુ છે કે તે આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ કરે. અમેરિકાએ સઇદને આઝાદ કરવાના પાકિસ્તાનની કોર્ટના આદેશ સંદર્ભે પણ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ છે કે હાફિઝ સઇદ પર અમેરિકાનો વલણ સ્પષ્ટ છે અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરેલ છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકી […]

Top Stories
Hafiz Saeed પાકિસ્તાન હાફિઝ સઈદની ધરપકડ કરે : અમેરિકા

અમેરિકા,

અમેરિકાએ પાકિસ્તાનને કહ્યુ છે કે તે આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ કરે. અમેરિકાએ સઇદને આઝાદ કરવાના પાકિસ્તાનની કોર્ટના આદેશ સંદર્ભે પણ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ છે કે હાફિઝ સઇદ પર અમેરિકાનો વલણ સ્પષ્ટ છે અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરેલ છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે.

અમેરિકી અધિકારીએ જણાવ્યુ કે ટ્રંપ પ્રશાસન તરફથી પાકિસ્તાનને કહી દેવાયુ છે કે તે હાફિઝ સઇદની ધરપકડ કરે. આપને જણાવી દઇએ કે હાફિઝ સઇદ મુંબઇ પર થયેલ 26/11ના હુમલાનો મુખ્ય આરોપી છે અને પાકિસતાનની અદાલતે તેને નજરકેદમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

હાફિઝની મુક્તિ બાદ પાકિસ્તાનમાં જશ્ન મનાવાયુ હતું પરંતુ આ જશ્ન વધારે સમય ચાલ્યુ ન હતુ અને હાફિઝની મુક્તિ પર અમેરિકાની સખ્ત પ્રતિક્રિયા આવતા રંગમાં ભંગ પડી ગયું છે. બીજી તરફ મુક્ત થતાંની સાથે જ હાફિઝે ભારત અને કાશ્મીર વિશે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે.