Not Set/ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માં અને પત્નીને મળવા માટે પરવાનગી, ૨૫ ડિસેમ્બરે કરશે મુલાકાત

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને ભારત દ્વારા કરવામાં આવેલી પહેલ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવની માં અને પત્નીને મળવા માટે પરવાનગી આપી છે. પરવાનગી બાદ આ મુલાકાત આગામી ૨૫ ડિસેમ્બરે થઇ શકશે અને તેમની સાથે ભારતના કોઈ ઉચ્ચ અધિકારી પણ સાથે જઈ શકે છે. આ અંગે પાકિસ્તાની વિદેશ […]

Top Stories
Kulbhushan Jadhav પાકિસ્તાને કુલભૂષણ જાધવની માં અને પત્નીને મળવા માટે પરવાનગી, ૨૫ ડિસેમ્બરે કરશે મુલાકાત

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને ભારત દ્વારા કરવામાં આવેલી પહેલ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને કુલભૂષણ જાધવની માં અને પત્નીને મળવા માટે પરવાનગી આપી છે. પરવાનગી બાદ આ મુલાકાત આગામી ૨૫ ડિસેમ્બરે થઇ શકશે અને તેમની સાથે ભારતના કોઈ ઉચ્ચ અધિકારી પણ સાથે જઈ શકે છે. આ અંગે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે શુકવારે માહિતી આપી હતી.

આ પહેલા ભારતે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની માં અને પત્નીને વિઝા આપવ માટે અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતીય નૌસેનાના કમાન્ડર કુલભૂષણ જાધવ ભારતની મુખ્ય ગુપ્તચર એજન્સી, સંશોધન અને એનાલિસિસ વિંગ (રૉ) માટે કામ કરે છે. ત્યારબાદ માર્ચ ૩,૨૦૧૬ માં બલુચિસ્તાનમાં કાનૂની  એજન્સીઓએ તેને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પકડ્યો હતો. અને ત્યારબાદ ફાંસીની સજા ફટકારી હતી.