Not Set/ સાઉદી અરબમાં ફસાયેલી પંજાબની એક યુવતીનો મદદ માંગતો વીડિયો થયો વાયરલ

સાઉદી અરબના દ્વાદમી શહેરમાં ફસાયેલી પંજાબની એક યુવતીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી પંજાબી ભાષામાં વાત કરી રહી છે. આ વીડિયો યુવતીએ પોતાનુ નામ કહ્યુ નથી પરંતુ તે પંજાબના હોશિયાર પુરની છે તે જણાવ્યુ છે. આ યુવતી વીડિયોમાં રોઈને સાસંદ ભગવાન ભગવંત માનને મદદની માંગ કરી રહી છે કે તે […]

World
sddefault 1 સાઉદી અરબમાં ફસાયેલી પંજાબની એક યુવતીનો મદદ માંગતો વીડિયો થયો વાયરલ

સાઉદી અરબના દ્વાદમી શહેરમાં ફસાયેલી પંજાબની એક યુવતીનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવતી પંજાબી ભાષામાં વાત કરી રહી છે.

આ વીડિયો યુવતીએ પોતાનુ નામ કહ્યુ નથી પરંતુ તે પંજાબના હોશિયાર પુરની છે તે જણાવ્યુ છે. આ યુવતી વીડિયોમાં રોઈને સાસંદ ભગવાન ભગવંત માનને મદદની માંગ કરી રહી છે કે તે ખુબ જ ગરીબ પરિવારથી છે અને એક વર્ષ પહેલા સાઉદી અરબના દ્વાદમી શહેરમાં આવી હતી.

આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, તેને છેલ્લા ઘણા સમયથી ખાવાનુ આપવામાં આવ્યુ નથી. રૂમમાં બંધ કરવામાં આવી  છે. આ વીડિયોમાં દેખાઈ રહેલી છોકરી 20થી 22 વર્ષની લાગી રહી છે. આ વીડિયોમાં તે પરત ભારત આવવા માટે કહી રહી છે. તેને છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવે છે. જેના પગલે તે સ્થાનિક પોલીસ પાસે પણ ગઈ હતી પરંતુ પોલીસ દ્વારા તેની કોઈ મદદ કરવામાં આવી નથી. આ વીડિયોમાં ઘણી વખતે યુવતી ભગવંત માન પાસે અપીલ કરી રહી છે કે, તેને ત્યાંથી કાઢવામાં આવે.

વીડિયોમાં છેલ્લા યુવતીએ કીધુ છે કે, તેને થોડા સમયમાં અહિયાથી કાઢવામાં નહિ આવે તો આ લોકો તેને મારી નાખશે.