Not Set/ આવતી કાલે દુનિયાને મળશે મિસ વર્લ્ડ ૨૦૧૮, બધાની નજર રહેશે કે માનુષી છિલ્લર કોને પહેરાવશે તાજ

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ૨૦૧૭ની વિજેતા રહી ચુક્યા છે. મિસ વર્લ્ડનો તાજ આવતી કાલ એટલે કે ૮ ડીસેમ્બરના રોજ ૨૦૧૮ના મિસ વર્લ્ડને આપવો પડશે. ભારતીય સમય અનુસાર મિસ વર્લ્ડની સ્પર્ધા ૪:૩૦ વાગ્યે શરુ થશે. મિસ વર્લ્ડ પેજેન્ટની આ ૬૮ મી સીઝન છે. દુનિયાના ૩૨ દેશોમાંથી સુંદરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે […]

Top Stories India World Trending
china miss world 160616 આવતી કાલે દુનિયાને મળશે મિસ વર્લ્ડ ૨૦૧૮, બધાની નજર રહેશે કે માનુષી છિલ્લર કોને પહેરાવશે તાજ

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ ૨૦૧૭ની વિજેતા રહી ચુક્યા છે. મિસ વર્લ્ડનો તાજ આવતી કાલ એટલે કે ૮ ડીસેમ્બરના રોજ ૨૦૧૮ના મિસ વર્લ્ડને આપવો પડશે.

ભારતીય સમય અનુસાર મિસ વર્લ્ડની સ્પર્ધા ૪:૩૦ વાગ્યે શરુ થશે.

મિસ વર્લ્ડ પેજેન્ટની આ ૬૮ મી સીઝન છે. દુનિયાના ૩૨ દેશોમાંથી સુંદરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

તમને જણાવી દઈએ કે આ સ્પર્ધામાં આ વર્ષે ભારત તરફથી અનુકૃતિ વાસે પણ ભાગ લીધો છે જે મિસ ઇન્ડિયા ૨૦૧૮ના વિજેતા રહી ચુક્યા છે.

માનુષી છિલ્લરે હાલમાં જ કહ્યું છે કે સાન્યા ફરીથી આવીને હું ઘણી ખુશ છુ. મારા માટે આ ઘણી જાદુઈ જગ્યા છે. મને સાન્યામાં જ તાજ પહેરવામાં આવ્યો હતો અને ૮ ડીસેમ્બરના રોજ આ તાજ હું બીજા કોઈને પહેરાવીશ.

મિસ વર્લ્ડ ૨૦૧૮ની સ્પર્ધા તમને યુટ્યુબ પર લાઇવ જોઈ શકશો. 

અનુકૃતિ આ સ્પર્ધામાં ટોપ ૩૦ દેશોની વિશ્વ સુંદરીઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

૧૭  વર્ષ બાદ ગયા વર્ષે મિસ વર્લ્ડનો તાજ ભારતની સુંદરીએ જીત્યો હતો. આની પહેલા વર્ષ ૨૦૦૦માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.