Not Set/ અફઘાનિસ્તાનમાં અમેરિકી ડ્રોન હુમલામાં પાક તાલિબાનના વડા મૌલાના ફઝલુલ્લાહ ઠાર મરાયો

ઈસ્લામાબાદ, અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ હવે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના કર્તાહર્તા મૌલાના ફઝલુલ્લાને એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં આતંકી મૌલાના  ફઝલુલ્લાને નિશાન બનાવ્યો હતો. અમેરિકન સેનાના એક અધિકારીએ આ અહેવાલની પુષ્ટી કરી છે. અમેરિકન સેનાના લેફ્ટીનન્ટ કર્નલ માર્ટીન ઓ ડોનેલે જણાવ્યુ કે, અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર આવેલ કુનાર પ્રાંતમાં […]

Top Stories World Trending
maulana fazlullah અફઘાનિસ્તાનમાં અમેરિકી ડ્રોન હુમલામાં પાક તાલિબાનના વડા મૌલાના ફઝલુલ્લાહ ઠાર મરાયો
ઈસ્લામાબાદ,
અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ હવે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના કર્તાહર્તા મૌલાના ફઝલુલ્લાને એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં આતંકી મૌલાના  ફઝલુલ્લાને નિશાન બનાવ્યો હતો. અમેરિકન સેનાના એક અધિકારીએ આ અહેવાલની પુષ્ટી કરી છે.
અમેરિકન સેનાના લેફ્ટીનન્ટ કર્નલ માર્ટીન ઓ ડોનેલે જણાવ્યુ કે, અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર આવેલ કુનાર પ્રાંતમાં આતંકીઓને ઠાર કરવા માટે ૧૩ જુનથી એક ખાસ અભિયાન હાથ ધર્યુ હતુ. જે અંતર્ગત કરવામાં આવેલ ડ્રોન હુમલામાં ફઝલુલ્લાહને નિશાન બનાવાયો હતો. અલકાયદા સાથે સંકળાયેલ તહરીક-એ-તાલિબાને જ ફેઝલ શહઝાદને ટાઈમ્સ સ્ક્વેરમાં હુમલો કરવા માટેની તાલીમ આપી હતી.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, અમેરિકન સુરક્ષાદળો અફઘાનિસ્તાન સરકાર દ્વારા તાલિબાન સાથે કરાયેલ યુદ્ધવિરામ કરારનુ પાલન કરી રહ્યા છે. જોકે, અમેરિકન મીડિયાનો દાવો છે કે, ફઝલુલ્લાહને નિશાન બનાવીને આ હુમલો કરાયો હતો. અમેરિકન વિદેશ વિભાગે ગત માર્ચ મહિનામાં આતંકી ફઝલુલ્લાહની માહિતી આપનારને ૫૦ લાખ ડોલર એટલે કે ૩૪ કરોડ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ફઝલુલ્લાહ પાકિસ્તાનમાં અનેક લોહીયાળ હુમલાઓ તેમજ ૨૦૧૦માં ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર કાર બોંબ બ્લાસ્ટના ષડયંત્રમાં સંકળાયેલ હતો. પાકિસ્તાની અધિકારીના જણાવ્યા મુજબ તેમની આર્મીના આક્રમક અભિયાન બાદ તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનમાંથી ખદેડી દેવાયુ હતું. ત્યારબાદ ફઝલુલ્લાહે અફઘાનિસ્તાનમાં શરણ લીધી હતી.