Not Set/ સાબરકાંઠા/ પુંસરીના પૂર્વ સરપંચ રાષ્ટ્રપતિ સાથે યોજાનારા સંવાદમાં ભાગ લેવા આમંત્રીત

સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામ એટલે ભૌગોલીક અને રીતભાતની રીતે ભલે ગામડાની વ્યાખ્યામાં ગણવામાં આવતુ હોય પરંતુ પુંસરી ગામ કોઇ શહેરને પણ ટક્કર મારે એટલી સવલતો ધરાવતુ ગામ છે. દશ વર્ષ સુધી સરપંચ પદે રહ્યા બાદ પુંસરી ગામને ગામડાની વ્યાખ્યામાંથી બહાર નિકાળી આધુનિકતા તરફ દોરી જનાર પુર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક સાંપડી છે. […]

Gujarat Others
punsari સાબરકાંઠા/ પુંસરીના પૂર્વ સરપંચ રાષ્ટ્રપતિ સાથે યોજાનારા સંવાદમાં ભાગ લેવા આમંત્રીત

સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામ એટલે ભૌગોલીક અને રીતભાતની રીતે ભલે ગામડાની વ્યાખ્યામાં ગણવામાં આવતુ હોય પરંતુ પુંસરી ગામ કોઇ શહેરને પણ ટક્કર મારે એટલી સવલતો ધરાવતુ ગામ છે. દશ વર્ષ સુધી સરપંચ પદે રહ્યા બાદ પુંસરી ગામને ગામડાની વ્યાખ્યામાંથી બહાર નિકાળી આધુનિકતા તરફ દોરી જનાર પુર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક સાંપડી છે.

Image result for punsari ex sarpanch himanshu

આ ગામમાં પ્રવેશ લેતા જ જાણે કે તમને અનોખો અહેસાસ થાય છે કારણ કે આ ગામની સુવિધાઓનો અહેસાસ જ તમને આંજી નાંખે તેવો છે. ગામના યુવાન સરપંચ હિમાશુ પટેલે ગામનુ શાશન દશ વર્ષ સુધી સંભાળ્યુ હતુ અને એક દશકાએ જાણે કે ગામને બદલી નાંખ્યુ. ગામની શાળા કે આંગણવાડી ને પણ શહેરી શાળાઓ સાથે સ્પર્ધામાં મુકી દે એટલી સુંદર બનાવી દીધી અને સાથે જ ગામના લોકોને ચોખ્ખા રોડ રસ્તાઓ અને ગામના લોકોને તમામ પ્રકારની માહીતી અને ગ્રામજનોને સુચનાઓ માટે પણ એક અનોખી સીસ્ટમ વિકસાવી જે ગામના દરેક ચોરા અને રસ્તાઓ પર લાગેલી હોય અને તે ગામની આકાશવાણી ની માફક જ કામ કરે છે.

Image result for punsari ex sarpanch himanshu

તો ગામની પોતાની જ સીટી બસ ની માફક જ વિલેજ બસ સેવા પણ અમલમાં મુકી છે અને જેને લઇને ગામના લોકો ગામમાં જ ગામની વિલેજ બસ મારફતે ગામમાં ફરી શકે છે અને નજીકના ગામ સુધી પણ પહોંચાડે છે. આમ ગામની પ્રાથમિક તમામ જરુરીયાતોને આધુનિકતા સભર બનાવી દીધી હતી. જેને લઇને ગામના લોકોના જીવનધોરણમાં પણ સુધારો થવા લાગ્યો. આ બધો જ પરીશ્રમ ગામના પુર્વ સરપંચ હિમાંશુ પટેલે પોતે સરપંચ હોવા દરમ્યાન કરીને ગામને દેશ અને દુનીયાના નકશામાં એક ઓળખ અપાવી છે. જેને લઇને ગામના પુર્વ સરપંચ હિમાંશુ પટેલને આગામી ચોથી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે યોજાનારા સંવાદમાં ભાગ લેવા માટે આમંત્રીત કરાયા છે અને તેઓ સંવાદ દરમ્યાન ગામડાને બદલાવ ના પથ પર લઇ જવા માટેના અનુભવને પણ સંવાદમાં રજુ કરશે.

Image result for punsari ex sarpanch himanshu

પુંસરી ગામની મુલાકાત આમ તો દેશ અને વિદેશના અનેક પ્રતિનિધીત્વ મંડળે લીધી છે.  અને જેને લઇને દેશ અને વિદેશ સુધી ભારતીય ગામડાઓની પ્રગતીની વાસ્તવિક સ્થિતીનો સુંદર સંદેશો પણ પહોંચી શક્યો છે. દેશના અનેક સરપંચો પણ અહી અવાર નવાર મુલાકાત લેવા માટે આવે છે. અને ગામનો અભ્યાસ કરીને પોતાના ગામને પણ સુંદર ગામ તરીકે વિકસાવવા માટે નો પ્રયાસ કરે છે. આમ હવે પુંસરી એક વિકાસ પામેલા ગામ તરીકે ઓળખ જ પામ્યુ છે એટલુ જ નહી પરંતુ મોડલ ગામ તરીકે પણ જોવામાં આવે છે. પુંસરી ગ્રામ પંચાયતે પોતાની જ ટુંકી આવકમાંથી ગામમાં શરુ કરેલા વિકાસને લઇને હવે રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ વિશેષ પ્રોત્સાહન પુરુ પાડે છે અને આમ હવે પુંસરી ગામ તેના વિકાસની ગતી પર દોડતુ થઇ ચુક્યુ છે.

Image result for punsari ex sarpanch himanshu

પુંસરી ગામના પુર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચવા માટે નિમંત્રણ મળવાને લઇને એક સરપંચ જેવા નાના હોદ્દા પર રહીને પણ દેશના સર્વોચ્ચ પદની આંખોમાં પણ વસી શકાય છે તેનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.