ગુજરાત/ IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

દેશની પ્રતિષ્ઠિતા IOCL કંપનીમાંથી કરોડો રૂપિયાની ઓઈલની ચોરી થઈ. બે ભેજાબાજ ભાઈએ IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની ચોરી કરી.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 18T154810.212 IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

Ahmedabad News : દેશની પ્રતિષ્ઠિતા IOCL કંપનીમાંથી કરોડો રૂપિયાની ઓઈલની ચોરી થઈ. બે ભેજાબાજ ભાઈએ IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની ચોરી કરી. ઓઈલની ચોરી કરનાર બે ભાઈઓની સંજયકુમાર નવીનચંદ્ર સોની અને રમેશભાઈ વીરજીભાઈ વાછાણી તરીકે ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે આ બંને ભાઈઓની ઓઈલ ચોરી કૌભાંડ મામલે અટકાયત કરી છે.

પોલીસે કરી પૂછપરછ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સંજય અને રમેશ નામના શખ્સે રાજસ્થાનમાં અલગ-અલગ સ્થાન પર IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડ્યું હતું. રાજસ્થાનના બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલ ખેતરમાંથી IOCLની પાઈપ લાઈન પસાર થાય છે. આ બાબતની જાણ થતા આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળી પાઈપ લાઈનમાં કાણું પાડી ઓઈલ ચોરી કરવાની યોજના બનાવી. તેઓએ રાત્રિના સમયગાળામાં ખેતરમાં આ કામ કરતા જેથી જલદી કોઈના ધ્યાનમાં ના આવે. આરોપીઓએ જ્યારે સલાયા મથુરા પાઈપ લાઈનમાં પંચર કરવા જતા હતા ત્યારે કંપનીના કંટ્રોલરૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ ઘટનાસ્થળ પર પંહોચી ગયા હતા. જો કે ગાર્ડ આવતા પહેલા જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ ગાર્ડની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને મહેસાણાથી પકડી પાડ્યા.

અગાઉ પર કરાઈ છે ફરિયાદ

દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે સંજયકુમાર નવીનચંદ્ર સોની અગાઉ પણ ઓઈલ ચોરીના ગુનામાં પકડાયો છે. જેને લઈને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન, લાંઘણજ પોલીસ સ્ટેશન, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન, સાંથલ પોલીસ સ્ટેશન, કડી પોલીસ સ્ટેશન અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે રમેશભાઈ વીરજીભાઈ વાછાણી સામે પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે. કહી શકાય કે બંને રીઢા ચોર છે. આરોપીઓએ રાજસ્થાન બ્યાવરના સીમમાંથી ઓઈલ કંપની IOCLની પાઈપલાઈનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં આશરે 24 હજાર લીટર કુલ 3,60,000 લીટરના જથ્થાની ચોરી કરી. આ ઓઈલ તેમણે ટેન્કર દ્વારા હૈદરાબાદ ખાતે મોકલી આપ્યું હતું. દરમ્યાન રસ્તામાં ઇન્દોર ખાતે એક ટેન્કર જીએસટી ડીપાર્ટમેન્ટમાં પકડાઈ જતા ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો.