Not Set/ IPL 2020/ બીસીસીઆઈએ કરી આઈપીએલની આગામી સીઝનની ઘોષણા, પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે રમાશે

બીસીસીઆઈએ આઈપીએલની આગામી સીઝનનાં સમયપત્રકની ઘોષણા કરી દીધી છે. બીસીસીઆઈનાં સેક્રેટરી, જય શાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 નાં સમયપત્રકની ઘોષણા કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈની વાનખેડે સ્ટેડિયમ ખાતે 29 માર્ચથી સિઝન શરૂ થશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2020 ની સીઝન 24 મે સુધી ચાલશે. આ દિવસેમાં […]

Top Stories Sports
IPL 2020 IPL 2020/ બીસીસીઆઈએ કરી આઈપીએલની આગામી સીઝનની ઘોષણા, પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે રમાશે

બીસીસીઆઈએ આઈપીએલની આગામી સીઝનનાં સમયપત્રકની ઘોષણા કરી દીધી છે. બીસીસીઆઈનાં સેક્રેટરી, જય શાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 નાં સમયપત્રકની ઘોષણા કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈની વાનખેડે સ્ટેડિયમ ખાતે 29 માર્ચથી સિઝન શરૂ થશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ 2020 ની સીઝન 24 મે સુધી ચાલશે. આ દિવસેમાં અંતિમ મેચ રમાશે.

29 માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની પ્રારંભિક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થવાનો છે. આ મેચ અગાઉનાં તબક્કાની ફાઇનલનું પુનરાવર્તન હશે. દક્ષિણ આફ્રિકા સામે ભારતની સ્થાનિક વન-ડે સિરીઝ 18 માર્ચે કોલકાતામાં સમાપ્ત થશે, જેના 11 દિવસ બાદ ફ્રેન્ચાઇઝી ટીમોની ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આઈપીએલ 2020 નો નોકઆઉટ તબક્કાનું શેડ્યૂલ બાદમાં બહાર પાડવામાં આવશે, પરંતુ ફાઇનલ 24 મે નાં રોજ રમાશે.

લીગ સ્ટેજની અંતિમ મેચ 17 મે નાં રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને બેંગલુરુમાં મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ આઈપીએલની 13 મી સીઝન હશે. આપને જણાવી દઇએ કે, આ વખતે આઈપીએલનો કોઈ ઉદઘાટન સમારોહ નહીં હોય. ગયા વર્ષે પણ આઇપીએલમાં કોઇ કાર્યક્રમ થયો નહોતો. એવું કહેવામાં આવે છે કે ઉદઘાટન કાર્યક્રમમાં લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચ આવે છે, ગયા વર્ષે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોનાં પરિવારજનોને આ રકમ આપવામાં આવી હતી. આ વખતે પણ કોઈ જોરશોરથી કાર્યક્રમ નહીં થાય. પ્રથમ મેચ ઔપચારિક ઉદઘાટન પછી તુરંત જ શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.