IPL 2022/  ઓપનિંગ મેચ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની વધી ચિંતા, ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરને હજુ સુધી વિઝા નથી મળ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન શરૂ થવામાં હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. પરંતુ તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ચાર વખતની ચેમ્પિયન CSKને શરૂઆતની મેચ પહેલા જ મોટો આંચકો લાગ્યો છે.

Sports
Untitled 43  ઓપનિંગ મેચ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની વધી ચિંતા, ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરને હજુ સુધી વિઝા નથી મળ્યા

ચાર વખતની ચેમ્પિયન CSKને શરૂઆતની મેચ પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન શરૂ થવામાં હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. પરંતુ તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ચાર વખતની ચેમ્પિયન CSKને શરૂઆતની મેચ પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. અહેવાલો અનુસાર, ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીને ભારત આવવામાં વિલંબ થશે.

મોઈન અલી વિઝાની સમસ્યાને કારણે મોડી ભારત પહોંચશે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરને CSK દ્વારા 8 કરોડ રૂપિયાની જંગી રકમ સાથે જાળવી રાખવામાં આવ્યો હતો અને હવે તે ભારતીય દૂતાવાસમાંથી વિઝા મેળવવાની રાહ જોઈ રહ્યો છે.

કાગળો મેળવ્યા બાદ મોઈન ભારત આવવા રવાના થશે
CSKના CEO કાશી વિશ્વથનને આશા છે કે મોઇનને વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં પડે કારણ કે તે નિયમિતપણે ભારતનો પ્રવાસ કરે છે. ટૂંક સમયમાં તેના વિઝા ક્લિયર થઈ જશે અને તે સુરતમાં ચાલી રહેલા કેમ્પમાં જોડાશે. તેણે કહ્યું કે મોઈને 28 ફેબ્રુઆરીએ વિઝા માટે અરજી કરી હતી, જેને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. તે નિયમિતપણે ભારતનો પ્રવાસ કરે છે, પરંતુ હજુ સુધી તેના હાથમાં મુસાફરીના કાગળો આવ્યા નથી. સીઈઓએ કહ્યું કે મોઈન અલીએ તેમને કહ્યું છે કે ટ્રાવેલ પેપર્સ મળતાની સાથે જ તેઓ આગામી ફ્લાઈટમાં ભારત જવા રવાના થઈ જશે. ફ્રેન્ચાઈઝીના સીઈઓએ કહ્યું કે તેમને સોમવાર સુધીમાં પેપર્સ મળી જવાની આશા છે.

કોલકાતાની પ્રથમ મેચ છે
ચેન્નાઈ IPL 2022 ની પ્રથમ મેચ 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમવાની છે, પરંતુ આ મેચમાં CSKના કેટલાક સ્ટાર ખેલાડીઓ ચૂકી શકે છે. દીપક ચહર પહેલેથી જ ઈજા સાથે ઝઝૂમી રહ્યો છે અને તેના રમવા અંગે શંકા છે.

શિક્ષણ/ ગુજરાત CETની પરીક્ષા આ તારીખે યોજાશે

National/ કાશ્મીર ફાઇલ ને લઇ ગુલામ નબી આઝાદે કહ્યું- 24 કલાક વિભાજિત કરવાનું કામ રાજકીય પક્ષો જ કરી શકે

બનાસકાંઠા/ ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો