IPL Points Table/ ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, RCB પહોંચી ટોપ ચારમાં

સતત બે હાર છતાં ગુજરાતની ટીમ ટોપ પર છે. 10 મેચમાંથી 8 જીત સાથે, ટીમના 16 પોઈન્ટ છે અને તેણે લગભગ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.

Top Stories Sports
IPL પોઈન્ટ ટેબલઃ ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, RCB ટોપ ચારમાં પહોંચી

હવે પોઈન્ટ ટેબલમાં ટીમના ફેન્સની રુચિ વધી રહી છે કારણ કે આ વખતે મેચ 8 નહીં પરંતુ 10 ટીમો વચ્ચે છે. બુધવારે RCBએ ચેન્નાઈને હરાવીને ટોપ 4માં જગ્યા બનાવી લીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં લગભગ તમામ ટીમો 9 કે તેથી વધુ મેચ રમી ચૂકી છે. 10 ટીમો વચ્ચે ટ્રોફી મેળવવાની લડાઈ હવે ધીમે ધીમે વધુ રોમાંચક બની રહી છે. હવે ટોપ ફોરનું ચિત્ર થોડું સ્પષ્ટ થતું જણાય છે. સતત 8 હાર બાદ આખરે મુંબઈની જીતનું ખાતું પણ ખુલ્યું હતું. ગુજરાત, લખનૌ અને રાજસ્થાનની ટીમો ટોપ 4માં યથાવત છે.

સતત બે હાર છતાં ગુજરાતની ટીમ ટોપ પર છે. 10 મેચમાંથી 8 જીત સાથે, ટીમના 16 પોઈન્ટ છે અને તેણે લગભગ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. બીજી નવી ટીમ લખનૌ બીજા નંબરે છે. ટીમ 10 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. રાજસ્થાનની ટીમના 10 મેચ બાદ 6 જીતથી 12 પોઈન્ટ છે અને ટીમ ત્રીજા નંબર પર છે. RCBએ ચેન્નાઈને હરાવીને ટોપ ફોરમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ હવે 12 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. RCBની આ જીત બાદ હૈદરાબાદની ટીમ 5માં નંબરે સરકી ગઈ છે.

bayad ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, RCB પહોંચી ટોપ ચારમાં

9 મેચ બાદ હૈદરાબાદની ટીમે 5 જીત નોંધાવી છે અને તે 5માં સ્થાને છે. પંજાબ કિંગ્સની ટીમ છઠ્ઠા નંબર પર છે. 10 મેચમાંથી 5 જીત સાથે, ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે.

દિલ્હીની ટીમ 7મા નંબર પર છે. ટીમના 8 પોઈન્ટ છે અને તે પ્લેઓફની રેસમાં પણ છે. કોલકાતાની ટીમ 8મા નંબર પર છે. સતત 5 હાર સહન કર્યા બાદ કોલકાતા છેલ્લી મેચ જીતીને 8 પોઈન્ટ સાથે 8મા નંબરે છે. 9મું સ્થાન ચેન્નાઈ પાસે છે, જેને બુધવારે આરસીબીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. 9મી મેચમાં પ્રથમ જીત મેળવનાર મુંબઈની ટીમ છેલ્લા સ્થાને છે.

રાજકીય/ નરેશ પટેલ મળ્યા સીઆર પાટીલને, શું ભાજપમાં જોડાશે ?