ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ દરેક જગ્યાએ લાલ રંગ, દિલના આકારો અને ગુલાબ દેખાવા લાગે છે. યુવાનો આખું વર્ષ 7 થી 14 ફેબ્રુઆરીની રાહ જુએ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિવાળી કે હોળી જેવા પારંપરિક તહેવારોની વચ્ચે આ વિદેશી તહેવાર ‘વેલેન્ટાઈન વીક’ (Valentine’s Week) આટલો બધો લોકપ્રિય કેમ થઈ ગયો છે? તેની પાછળ માત્ર પ્રેમ નથી, પણ બીજા ઘણા કારણો જવાબદાર છે.
તબક્કાવાર ઉજવણી (Valentine’s week)
આ કોઈ એક દિવસનો તહેવાર નથી. આની ડિઝાઈન (Valentine’s week) જ એવી છે કે તેમાં ઉત્સુકતા જળવાઈ રહે છે.
સંપૂર્ણ પેકેજ: પહેલા ગુલાબ આપો (Rose Day), પછી દિલની વાત કરો (Propose Day), ચોકલેટ ખવડાવો અને છેલ્લે વેલેન્ટાઈન ડે મનાવો. આ 7 દિવસનું શિડ્યુલ યુવાનોને એક ગેમ કે મિશન જેવો રોમાંચ આપે છે, જે તેને બોરિંગ થવા દેતું નથી.

લાગણી વ્યક્ત કરવાની તક (Expressing Emotions)
આજની વ્યસ્ત લાઈફમાં લોકો પોતાની લાગણીઓ દબાવી રાખે છે.
બહાનું મળે છે: જે લોકો આખું વર્ષ “આઈ લવ યુ” નથી કહી શકતા, તેમના માટે આ સપ્તાહ એક પરફેક્ટ બહાનું બની જાય છે. શરમાળ લોકો માટે પણ આ દિવસો હિંમત પૂરી પાડે છે કે, “ચાલને આજે પ્રપોઝ ડે છે, કહી દઉં.”

સોશિયલ મીડિયાનો પ્રભાવ (FOMO Effect)
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના જમાનામાં ‘દેખાડો’ કરવો અનિવાર્ય બની ગયો છે.
સ્ટેટસ સિમ્બોલ: જ્યારે મિત્રો ગુલાબ કે ગિફ્ટ સાથે ફોટા મૂકે છે, ત્યારે બીજાને પણ થાય છે કે “મારે પણ સેલિબ્રેટ કરવું છે.” આ FOMO (Fear Of Missing Out) એટલે કે પાછળ રહી જવાનો ડર લોકોને આ ઉજવણીમાં જોડાવા મજબૂર કરે છે.

કોમર્શિયલ માર્કેટિંગ (Business of Love)
વેલેન્ટાઈન વીક (Valentine’s week) એ પ્રેમની સાથે-સાથે એક મોટો બિઝનેસ પણ છે.
માર્કેટનો ફાળો: ગિફ્ટ શોપ્સ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ અને ચોકલેટ કંપનીઓ જાન્યુઆરીથી જ એવી જાહેરાતો શરૂ કરી દે છે કે પ્રેમીઓને લાગે છે કે ગિફ્ટ આપવી ફરજિયાત છે. આ માર્કેટિંગ સ્ટ્રેટેજીએ તેને એક ‘ગ્લોબલ ફેસ્ટિવલ’ બનાવી દીધો છે.
ભલે આ Valentine’s week પશ્ચિમી સંસ્કૃતિની ભેટ (Gift)હોય, પણ પ્રેમ અને ખુશી વહેંચવી ક્યારેય ખોટી નથી હોતી. એટલે જ વેલેન્ટાઈન વીક (Valentine’s week) એ હવે માત્ર એક ટ્રેન્ડ નહીં, પણ સંબંધોને સેલિબ્રેટ કરવાનો ઉત્સવ બની ગયો છે.
આ પણ વાંચો: વેલેન્ટાઈન વીકની શરૂઆત ‘રોઝ ડે’થી જ કેમ થાય છે? ગુલાબ કેવી રીતે બન્યું પ્રેમનું પ્રતીક? જાણો તેનો ઈતિહાસ
આ પણ વાંચો: શું ‘સારો માણસ’ હોવું એ ‘સારા જીવનસાથી’ હોવાની ગેરંટી છે? જાણો આ બે વચ્ચેનો સામાન્ય ભેદ
આ પણ વાંચો: ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …

