israel hamas war/ ઈઝરાયલનો ફરી ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત

ઈઝરાયલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન તેણે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર હુમલો કર્યો છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 04T082224.819 ઈઝરાયલનો ફરી ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત

ઈઝરાયલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન તેણે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈઝરાયલની સેનાએ પહેલા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો અને પછી એમ્બ્યુલન્સ પાસે હુમલો કર્યો. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેને જાણવા મળ્યું છે કે હમાસ તેના લડાકુઓ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યું છે. એમ્બ્યુલન્સની ઓળખ થયા બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. IDFએ કહ્યું કે આ હુમલામાં હમાસના લડાકુઓ માર્યા ગયા છે.

IDFએ કહ્યું કે, હમાસ તેના આતંકીઓ અને હથિયારોને એમ્બ્યુલન્સમાં ખસેડી રહ્યું છે, તેથી તેને ઓળખીને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ હમાસે ઈઝરાયલ સેનાના આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. હમાસ અને અલ-શિફા હોસ્પિટલના અધિકારીઓએ નકારી કાઢ્યું છે કે એમ્બ્યુલન્સનો ઉપયોગ આતંકી લડાકુ કરે છે. જો કે, ઈઝરાયલી સૈન્યએ એમ્બ્યુલન્સનો હમાસ લડાકુઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના કોઈ પુરાવા આપ્યા નથી.

આ પહેલા પણ ઈઝરાયલે હોસ્પિટલ પર હુમલો કર્યો હતો

ઈઝરાયલની સેનાએ કહ્યું, અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ યુદ્ધ ક્ષેત્ર છે. અહીંના નાગરિકોને પોતાની સુરક્ષા માટે આ વિસ્તાર ખાલી કરીને દક્ષિણ તરફ જવા માટે વારંવાર કહેવામાં આવે છે. નોંધનીય છે કે, આ પહેલા ઈઝરાયલે ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે સેંકડો ઘાયલ થયા હતા.


આ પણ વાંચો: Earthquake/ નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 70 લોકોના મોત

આ પણ વાંચો: Feng Shui Tips/ આ ઉપાયોથી પતિ-પત્ની વચ્ચેના વિવાદ દૂર થશે, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

આ પણ વાંચો: આજનું રાશિફળ/ મકર રાશિના જાતકોએ ગુસ્સો ન કરવો ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય