Iran Attack/ ઈરાનના હૂમલાથી ઈઝરાયલ ભયભીત

મિસાઈલ પ્રુફ બંકરમાં છુપાયા નેતન્યાહૂ

World Top Stories
Beginners guide to 2024 04 14T140108.580 ઈરાનના હૂમલાથી ઈઝરાયલ ભયભીત

World News : ઈરાને ઈઝરાયલ પર 250 થી વધુ ડ્રોન હૂમલા કરાયા છે. તે સિવાય ઈરાની સરકારે કહ્યું છે કે ઈઝરાયલ વળતો હૂમલો કરશે તો વધુ ઘાતક હૂમલા કરશે. દરમિયાન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ પોતાના પરિવાર સાથે અમેરિકન અબજપતિ સાઈમન ફાલિકના મિસાઈલ પ્રૂફ ઘરમાં સિફ્ટ થઈ ગયા હોવાના સમાચાર છે.

અગાઉ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા હૂમલાના જવાબમાં ઈઝરાયલે યુધ્ધની શરૂઆત કરી તો તે સમયે નેતન્યાહૂનો પરિવાર યેરૂશેલમમાં ગાઝા સ્ટ્રીટ પર પોતાના ઘરે પરત આવ્યો હતો.

ઈરાનના હૂમલાની પ્રબળ શંકાને પગલે નેતન્યાહૂ ફાલિકના કિલ્લેબંધ ઘરમાં રાત વિતાવી હતી. કહેવાય છે કે તેમના ઘરમાં એક બંકર પણ છે. સાયમન ફાલિક બિઝનેસમેન છે. તે ફાલિક ગ્રુપના માલિક છે. આ ગ્રુપ ફ્લોરિડા સ્થિત મિયામીમાં આવેલું છે. આ કંપની દુનિયાભરના એરપોર્ટ તથા અન્ય યાત્રા સંબંધિત સ્થલો પર સ્ટોરનું સંચાલન કરે છે. કંપની પરફ્યુમ, ફેશન સહિત અનેક લક્ઝરી સામાનનું વેચાણ કરે છે.

ઉલ્લેખનીય છે કે ઈરાને ઈઝરાયલી ક્ષેત્ર પર પોતાના પહેલા સીધા હૂમલામાં શનિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર વિસ્ફોટક ડ્રોન લોન્ચ કર્યા અને મિસાઈલો છોડી હતી. બાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. બાઈડેને કહ્યું કે તે રવિવારે સાત પ્રમુખ અર્થવ્યવસ્થાઓના સમૂહના નેતાઓની એક બેઠક બોલાવશે જેથી ઈરાનના હૂમલાને અટકાવી શકાય.

બીજીતરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક સાંજે 4 વાગ્યે યોજાવાની છે. યુએનએ ઈઝરાયલના અનુરોધ બાદ ઈરાનના હૂમલાની નિંદા કરી અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને એક આતંકવાદી સંગઠ્ઠન ઘોષિત કર્યું છે. ઈરાને દમિશ્કમાં પોતાના વાણીજ્ય દૂતાવાસ પરના હૂમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેની આ સ્ટ્રાઈક ઈઝરાયલના ગુનાની સજા છે. આ હૂમલામાં વરિષ્ઠ કમાન્ડો માર્યા ગયા હતા.

દરમિયાન નેતન્યાહૂએ વોર કેબિનેટ બોલાવી છે. જોકે હૂમલામાં ઈઝરાયલને કેટલું નુકશાન થયું તેનો ચોક્કસ અંદાજ હજી સામે નથી આવ્યો.  છત્તા ઈઝરાયલે એલર્ટ મોડ પર રહેવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયલી સરકારનું માનવું છે કે ઈરાન હજી વધુ હૂમલા કરી શકે છે. બીજીતરફ ઈઝરાયલ પર હૂમલા બાદ અમેરિકા અને બ્રિટન જેવા શક્તિશાળી દેશોએ નેતન્યાહૂને પોતાનું સમર્થન આપ્યું છે. અડધી દુનિયા ઈરાન પર ભડકેલી છે. જોકે ઈરાને આ હૂમલાને તોડા સમય પહેલા સિરીયા પર તેના દૂતાવાસ પર થયેલા હૂમલાનો જવાબ હોવાનું કહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર 

આ પણ વાંચો:Armed Forces/ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે?