israel hamas war/ ઇઝરાયેલ યુદ્ધ હાર્યુ તો યુરોપ સંકટમાં: બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયેલ આ યુદ્ધમાં સફળ નહીં થાય તો મિડલ ઇસ્ટ ઇરાનના પ્રભાવમાં આવી જશે.

World Trending
Israel Pm Benjamin Netanyahu Says Europe In Denger If Middle East Falls To Iran And Hamas ઇઝરાયેલ યુદ્ધ હાર્યુ તો યુરોપ સંકટમાં: બેન્જામિન નેતન્યાહૂ

તેલ અવીવઃ ઇઝરાયેલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ કહ્યું ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં તેમનું જીતવું જરૂર છે. જો ઇઝરાયેલ આ યુદ્ધ હારી જાય છે તો યુરોપને મોટા ખતરાનો સામનો કરવો પડી શકે છે. ઇઝરાયેલ આ સમયે ઇરાન, હમાસ અને તેના કેટલાય સહયોગીઓની સાથે યુદ્ધમાં છે. જો ઇઝરાયેલ આ યુદ્ધમાં સફળ નહીં થાય તો મિડલ ઇસ્ટ ઇરાનના પ્રભાવમાં આવી જશે. તેનાથી સમગ્ર યુરોપ ખંડ પર ભયના વાદળો છવાઈ જશે.

નેતન્યાહૂએ સોમવારે 80 વિદેશી રાજદૂતોના સમૂહ સાથે વાતચીતમાં કહ્યું કે આપણે જે યુદ્ધને જોઇ રહ્યા છે, તે સભ્યતા અને બર્બતાની વચ્ચેની લડાઇ છે. આવી સ્થિતિમાં હમાસ સામેની આ લડાઈને પૂર્ણ કરવી જરૂરી છે. આ ઉપરાંત હમાસના મદદગારોને પણ નબળા પાડવા પડશે. આવી સ્થિતિમાં ઈઝરાયેલને સૈન્ય કાર્યવાહી માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મળવું જોઈએ.

સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીતનો મુદ્દો ગાઝામાં ચાલી રહેલી લડાઈનો હતો. અમેરિકી રાષ્ટ્રપતિએ નેતન્યાહુ સાથે હમાસમાંથી બંધકોને મુક્ત કરવા, નાગરિકોને સલામત માર્ગ પૂરો પાડવા, માનવતાવાદી સહાય યુદ્ધગ્રસ્ત પ્રદેશ સુધી પહોંચે તેની ખાતરી કરવા અને વ્યૂહાત્મક યુદ્ધવિરામની શક્યતા વિશે વાત કરી હતી.


આ પણ વાંચોઃ Israel Hamas Attack/ ઇઝરાયેલે ભારત પાસે માંગી મદદ, યુદ્ધ વચ્ચે 1 લાખ કામદારોની કરી માંગણી

 આ પણ વાંચોઃ Accident/ ST ગુજરાતની હોય કે આંધ્રની કામ તો એક જ કરે છે, કચડી નાખવાનું

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના અલીગઢનું બદલાશે નામ, દરખાસ્ત મંજૂર થતા થશે ‘હરિગઢ’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.