Not Set/ ISRO અધ્યક્ષની મોટી જાહેરાત : ભારત અવકાશમાં પોતાનું સ્ટેશન સ્થાપશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનાં ISROનાંં અધ્યક્ષ કે. સિવાને પોતાનાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત અવકાશમાં તેનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે. આ મહત્વાકાંક્ષી યોજના ગગનયન મિશનનું વિસ્તૃત રૂપ હશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, શિવાને કહ્યું હતું કે, “માનવ અવકાશ મિશન શરૂ કર્યા પછી આપણે ગગનયન કાર્યક્રમ જાળવી રાખવો પડશે અને […]

Top Stories India
isro rocket ISRO અધ્યક્ષની મોટી જાહેરાત : ભારત અવકાશમાં પોતાનું સ્ટેશન સ્થાપશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનાં ISROનાંં અધ્યક્ષ કે. સિવાને પોતાનાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત અવકાશમાં તેનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે. આ મહત્વાકાંક્ષી યોજના ગગનયન મિશનનું વિસ્તૃત રૂપ હશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, શિવાને કહ્યું હતું કે, “માનવ અવકાશ મિશન શરૂ કર્યા પછી આપણે ગગનયન કાર્યક્રમ જાળવી રાખવો પડશે અને આ સંદર્ભમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે.”

View image on Twitter

ઉલ્લેખનીય છે કે ISROના વડા કે સિવાને વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધીમાં માણસોને અવકાશમાં મોકલવા માટે ભારતને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. અમે અમારા ગગનયન પ્રોજેક્ટની મદદથી આમાં સફળ થઈશું. અને જો આપણે નિર્ધારિત સમયમાં આ કરી શકીએ, તો આપણા દેશમાં અવકાશ યાત્રીઓને તેમની પોતાની જગ્યા પર મોકલવા માટે વિશ્વનો ચોથો દેશ બની જશુ. આ વર્ષે એપ્રિલમાં ચંદ્રયાન -2 લોન્ચ કરવાની પ્રક્રિયા માટે ભારત કટ્ટીબધ છે. તો સાથે સાથે ગગનયાન પ્રોજેક્ટને આગળ ઘપાવવા માટે પણ.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે વડાપ્રધાન મોદી દ્વારા ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. એટોમિક એનર્જી એન્ડ સ્પેસના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ દ્રારા સિવાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં, કહ્યું  કે ISRO 2022 સુધીમાં પ્રથમ માનવ મિશન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક દિવસ પહેલા જ ISRO દ્રારા જાહેરાત કરવામા આવી હતી કે તે 15 જુલાઇએ ચંદ્રયાન -2 લોન્ચ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.