ISRO/ ઇસરો આવતીકાલે ચંદ્રયાન મિશન લોન્ચ કરશેઃ તિરુપતિમાં વૈજ્ઞાનિકોએ આશીર્વાદ લીધા

ભારતનું મિશન ચંદ્રયાન-3 આવતીકાલે એટલે કે 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થશે. તે પહેલાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો (ISRO)ના વૈજ્ઞાનિકો સફળ લોન્ચિંગની પ્રાર્થના માટે નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં.

Top Stories Tech & Auto
chandrayan ઇસરો આવતીકાલે ચંદ્રયાન મિશન લોન્ચ કરશેઃ તિરુપતિમાં વૈજ્ઞાનિકોએ આશીર્વાદ લીધા

ભારતનું મિશન ચંદ્રયાન-3 આવતીકાલે ISRO એટલે કે 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થશે. તે પહેલાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો (ISRO)ના વૈજ્ઞાનિકો સફળ લોન્ચિંગની પ્રાર્થના માટે નાના મોડલને લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં. ચંદ્રયાનના ત્રીજા મિશનને આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન ISRO અંતરિક્ષ કેન્દ્રથી બપોરે 2.35 વાગે લોન્ચ કરવામાં આવશે. ઇસરો 14 જુલાઈના રોજ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. અગાઉ, ઈસરોએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા, પરંતુ તે બંને સપાટી પર ઉતરી શક્યા ન હતા.

ઈસરોના અધિકારીઓના જણાવ્યા ISRO અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ મિશન 14 જુલાઈના રોજ ISRO બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી ઉડાન ભરશે અને જો બધુ યોજના મુજબ ચાલશે તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા બુધવારે, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી LVM-3 સાથે જોડાયેલ હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા મંગળવારે ઈસરોએ ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ISRO તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પ્રક્ષેપણની તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

આ પણ વાંચોઃ Doodhsagar Dariy Scam/ વિપુલ ચૌધરીને ફટકોઃ દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડમાં દોષિત

આ પણ વાંચોઃ Surendranagar-Clash/ સુરેન્દ્રનગરમાં જમીનના ડખામાં જૂથ અથડામણમાં બે સગા ભાઈના મોતથી લોકો વીફર્યા

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે

આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ દિલ્હીમાં ‘વોટર સ્ટ્રાઇક’, યમુના 208.46 મીટરના નિશાન પર, NDRF એલર્ટ પર