ISSF World Cup/ ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ

આ મેચમાં ઈઝરાયેલની જોડી ત્રીજા સ્થાને જ્યારે ચેક રિપબ્લિકની જોડી ચોથા સ્થાને રહી હતી. સિનિયર લેવલે ભારત માટે તુષારનો આ પહેલો ગોલ્ડ મેડલ છે, જ્યારે મેહુલીએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો…

Top Stories Sports
ISSF World Cup

ISSF World Cup: ચાંગવાનમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે. મેહુલી ઘોષ અને સાહુ તુષાર માનેની ભારતની બીજી શૂટિંગ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ વિજેતા જોડીએ બુધવારે 10 મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટની ફાઇનલમાં હંગેરીના એસ્ટર મેસ્ઝારોસ અને ઇસ્તવાન પેનને હરાવ્યો હતો. ભારતીય ટીમની મિશ્ર ટીમે હંગેરીને 17-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેહુલી-તુષારે બીજો ગોલ્ડ જીત્યો

આ મેચમાં ઈઝરાયેલની જોડી ત્રીજા સ્થાને જ્યારે ચેક રિપબ્લિકની જોડી ચોથા સ્થાને રહી હતી. સિનિયર લેવલે ભારત માટે તુષારનો આ પહેલો ગોલ્ડ મેડલ છે, જ્યારે મેહુલીએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. મેહુલીએ અગાઉ કાઠમંડુમાં યોજાયેલી 2019 સાઉથ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિશ્ર એર પિસ્તોલ ઈવેન્ટમાં પલક અને શિવની જોડીએ કઝાકિસ્તાનની ઈરિના લોકત્યાનોવા અને વેલેરી રોકિમઝાનને એકતરફી મુકાબલામાં 16-0થી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે ચાંગવાનમાં રમાઈ રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખાતામાં હવે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે અને હવે તે મેડલ ટેલીમાં સર્બિયા પછી બીજા સ્થાને પહોંચી ગઈ છે.

પલક-શિવે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો

જણાવી દઈએ કે પલક અને શિવ નરવાલની જોડીએ પણ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ત્રીજા સ્થાને પ્લે-ઓફ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેહુલી અને તુષારની ફોર્મમાં ચાલી રહેલી જોડીએ એસ્ટર મેસ્ઝારોસ અને ઇસ્તવાન પેનની હંગેરિયન જોડીને 17-13થી સખત મુકાબલામાં પરાજય આપ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત/ ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ

આ પણ વાંચો: Booster Dose/ કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝ ફ્રીમાં મેળવી શકશે