Jharkhand/ ITના દરોડામાં આટલા પૈસા મળ્યા કે, મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું…!

આવકવેરા વિભાગે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા પરિસરમાં દરોડા દરમિયાન મોટી રકમની રોકડ જપ્ત કરી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 12 07T122521.776 ITના દરોડામાં આટલા પૈસા મળ્યા કે, મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું...!

આવકવેરા વિભાગે ગઈકાલે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, એજન્સીએ કંપની સાથે સંકળાયેલ પરિસરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ પર કરચોરીની આશંકા છે, જેના પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ તેનાથી સંબંધિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની છ ટીમો આ જગ્યાઓની તપાસમાં વ્યસ્ત છે. આઈટી ટીમની સાથે સીઆઈએસએફના જવાનો પણ સામેલ છે.

બુધવારે જ આવકવેરા વિભાગની ટીમે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. ઈન્કમટેક્સે રાંચી, લોહરદગા અને ઓડિશામાં કોંગ્રેસના સાંસદના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવાર પાસે રાંચીના રેડિયમ રોડમાં બંગલો છે. ઈન્કમટેક્સની ટીમોએ ગઈકાલે આ બંને જગ્યાએ સર્ચ કર્યું છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: