અમદાવાદ/ રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા

ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
IT વિભાગના દરોડા
  • રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા
  • મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી રત્નમણિ મેટલ્સ
  • રત્નમણિ પાઇપનાં ચેરમેનને ત્યાં તપાસ
  • રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં દરોડા
  • કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ
  • મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને ગેરકાયદેસરની મિલકત તેમજ ગેરકાનૂની વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સવારે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. કુલ 40 જગ્યાઓ IT વિભાગ ત્રાટકયું છે.

આ પણ વાંચો :  લઘુશંકાએ ગયેલા વેપારીના કરોડોના દાગીના લઈને ફરાર થનાર નોકર ઝડપાયો

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ એસ્ટ્રોલ પાઇપની કોર્પોરેટ ઓફીસ પર IT વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી ઇન્કમટેક્સની ચાર ટિમ દ્વારા સર્ચ અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એસ્ટ્રલ પાઇપની અલગ અલગ ઓફિસ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે અને બેનામી મિલકતોની માહિતી મેળવવા IT વિભાગ મથામણ કરી રહી છે. જોકે મોટી મોટી કંપનીઓમાં IT વિભાગના દરોડા પડવાને કારણે બીજી કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો :સોળે શણગાર સજીને આ દુલ્હનપોતાના ભાવિ પતિ સાથે પહોંચી પરીક્ષા આપવા

ગુજરાત બહાર 15 જગ્યાઓ પર સર્વે અને સર્ચ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે. આથી બની શકે કે, આ દરોડા દરમ્યાન ઘણાં મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા સેવાઇ રહી છે.

આ પણ વાંચો :લોકગાયિકા રાજલ બારોટે નિભાવી પિતાની ફરજ, નાની બહેનોના લગ્ન કરાવી કર્યું કન્યાદાન

આ પણ વાંચો : ૯ વર્ષીય કિહાનખાન પઠાણને રાષ્ટ્રીય કક્ષાએ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડથી સન્માનિત કરવામાં

આ પણ વાંચો : ગોધરા રેન્જ સાયબર ક્રાઈમની ટીમે નિવૃત શિક્ષક પાસેથી ₹ ૨૭ લાખ ખંખેરનાર ત્રણ ભેજાબાજો ને દિલ્હીથી દબોચી