Not Set/ IT રેડ/ કોંગ્રેસ પહોંચ્યું મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાતે, કરી આવી ફરિયાદ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલ અને કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાત લેવામાં આવી હતી. દેશભરમાંથી IT રેડની ખબરો આવી રહી છે અને IT દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ આકુળ વ્યાકુળ જણાઇ રહી છે. અને વ્યથિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સરકાર પર દોષા […]

India
sibbal IT રેડ/ કોંગ્રેસ પહોંચ્યું મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાતે, કરી આવી ફરિયાદ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલ અને કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની મુલાકાત લેવામાં આવી હતી. દેશભરમાંથી IT રેડની ખબરો આવી રહી છે અને IT દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ આકુળ વ્યાકુળ જણાઇ રહી છે. અને વ્યથિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સરકાર પર દોષા રોપણ સાથે ECમાં પહોંચ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા બાદ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ટેક્સ અધિકારીઓએ વોરંટ અથવા દસ્તાવેજ વિના, દેશભરમાં અમારા એકાઉન્ટન્ટ્સના ઘરોમાં પ્રવેશ કર્યો છે. અને હાલ આયકર વિભાગની રેડનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી સમયે આ પ્રકારની કાર્યવાહી કરવી તે, ભારતીય લોકશાહીનાં મૂળભૂત સિધ્ધાંતો માટે આ ભય નથી, તો પછી શું છે?

આપને જણાવી દઇએ કે, ગુજરાત સહિત દેશભરનાં વિવિધ ઠેકાણા પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ટેક્સ અધિકારીઓ રેડ કરી સર્ચ કરવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસ દ્રારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી સમયે સરકાર દ્વારા આ કાર્ય પ્રેરીત છે અને કોંગ્રેસને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.