સુરત/ લગ્ન પછી પ્રેમ કરવો મહિલાને પડ્યો ભારે, લગ્નની ના કહેતા પ્રેમીએ ઉતારી મોતને ઘાટ

વેસુ વિસ્તારમાં એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અનૈતિક સંબંધોને લઈને જ પ્રેમી દ્વારા પરિણીત પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હતી.

Gujarat Surat
લગ્ન

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અનૈતિક સંબંધોને લઈને જ પ્રેમી દ્વારા પરિણીત પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના વેસુ વિસ્તારમાં વૈશાલી નામની મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી અને વૈશાલીને તેના ઘર નજીક રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવકનું નામ કૃણાલ સોની હોવાનું સામે આવ્યું છે અને કૃણાલ પણ પરણીત હતો. એટલે કે પ્રેમી અને પ્રેમીકા બંને પરિણીત હોવા છતાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પરંતુ આ અનૈતિક સંબંધનો કરુણ પરિણામ આવ્યું છે. આ ઘટનામાં કૃણાલે વૈશાલીની હત્યા કરી નાખી હતી. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતા વેસુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી મહિલાની હત્યા કરનારા કૃણાલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ત્યારે ગણતરીના કલાકોમાં સુરત પોલીસ દ્વારા આ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ કાઢવામાં આવ્યો હતો અને પોલીસે કૃણાલ સોનીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે કૃણાલ વૈશાલી સાથે લગ્ન કરવા માગતો હતો અને વૈશાલી લગ્ન કરવાની મનાઈ કરતી હતી. આ જ બાબતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં લાકડાના ફટકા ઝીંકી કૃણાલે વૈશાલી પર હુમલો કર્યો હતો. જેથી આ ઘટનામાં વૈશાલીને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું તો આ ઘટનાને લઇ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:જૂનાગઢની જેલમાં હવાલદાર પર હુમલો કરનાર 17 વર્ષે ઝડપાયો

આ પણ વાંચો:અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત, બસની અડફેટે આવતા પાંચ લોકોના મોત : જુઓ CCTV

આ પણ વાંચો:ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે, ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થી પંખે લટકી ગયો

આ પણ વાંચો:ખોટા બિલો બનાવી આ શખ્સે સરકારને લગાવ્યો કરોડોનો ચુનો…વાંચો કેવી રીતે પકડાયો

આ પણ વાંચો:હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ