Twitter/ જેક ડોર્સીએ ટ્વિટરના CEO પદેથી આપ્યું રાજીનામું, પરાગ અગ્રવાલ તેમનું સ્થાન લેશે

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો કંપનીનું બોર્ડ ગયા વર્ષથી ડોર્સીની વિદાયની તૈયારી કરી રહ્યું હતું. 

Top Stories World
જેક ડોર્સીએ

સોશિયલ મીડિયાની દુનિયામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેક ડોર્સીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરાગ અગ્રવાલ તેમનું સ્થાન લેશે. જેક ડોર્સી તેમના અનુગામી પરાગને કંપનીની કમાન સોંપશે. સૂત્રોનું માનીએ તો કંપનીનું બોર્ડ ગયા વર્ષથી ડોર્સીની વિદાયની તૈયારી કરી રહ્યું છે.

ટ્વિટરે તેના હરીફોને ટક્કર આપવા માટે છેલ્લા એક વર્ષમાં ઘણી નવીનતાઓ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ટ્વિટરે Facebook અને TikTok જેવા હરીફો સાથે બજારમાં ટકી રહેવા અને 2023 સુધીમાં તેની વાર્ષિક આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઘણા નવા પગલાં લીધા છે.

પરાગ અગ્રવાલ
પરાગ અગ્રવાલ

ટ્વિટર દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે. આમાં ડોર્સીએ કહ્યું કે તેણે કંપનીમાં અનેક હોદ્દા પર જવાબદારી નિભાવી છે. તેમણે પ્રથમ સહ-સ્થાપકથી સીઈઓની ભૂમિકા ભજવી હતી. પછી અધ્યક્ષ પદ સંભાળ્યું. આ પછી એક્ઝિક્યુટિવ ચેરમેન, તત્કાલીન વચગાળાના સી.ઈ.ઓ. ત્યારબાદ લગભગ 16 વર્ષ સુધી સીઈઓ તરીકે કામ કર્યું. પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે કંપનીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તેથી મારા અનુગામી એટલે કે પરાગ અગ્રવાલ હવે અમારા નવા CEO હશે.

Omicron / સ્પુટનિક રસી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડવામાં અસરકારક છે :  આ સંસ્થાનો દાવો

World / હજુ  સ્પષ્ટ નથી કે ઓમિક્રોન કેટલું ચેપી છે કે ગંભીર: WHO

રસીકરણ / ભાજપ કે વિપક્ષ શાસિત રાજ્ય? ક્યાં થયું વધુ કોરોના રસીકરણ ?