જગન્નાથની રથયાત્રા/ જગતનો નાથ નગરચર્યાએ તો નીકળ્યો પરંતુ ભક્તોને ન મળ્યો રૂબરૂ દર્શનનો લાભ

જગતના નાથ લોકોને દર્શન દેવા તો નીકળ્યા. પરંતુ ભક્તોની ભક્તિમાં જાણે કોઈ ખામી રહી ગઈ હોય તેમ ભક્તો દ્વારે આવેલા નાથના દર્શનનો લાહવો પણ લઇ શક્યા નથી.

Gujarat Trending
pravin togadiya 3 જગતનો નાથ નગરચર્યાએ તો નીકળ્યો પરંતુ ભક્તોને ન મળ્યો રૂબરૂ દર્શનનો લાભ

છેલ્લા બે વર્ષથી ભક્તો જેની રાહ જોઇને બેઠા હતા એ રથયાત્રા આજે દબદબાભેર ઉજવાઈ ગઈ. જગતના નાથ લોકોને દર્શન દેવા તો નીકળ્યા. પરંતુ ભક્તોની ભક્તિમાં જાણે કોઈ ખામી રહી ગઈ હોય તેમ ભક્તો દ્વારે આવેલા નાથના દર્શનનો લાહવો પણ લઇ શક્યા નથી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરેલી જાહેરાત અનુસાર રથયાત્રાના માર્ગ પર કરફ્યૂ સાથે રથયાત્રાને મંજુરી આપવામાં આવી હતી. અને ગુજરાતના ઘણા શહેરોના કર્ફ્યું સાથે જગતનો નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

અમદાવાદ સહીત તમામ શહેરોમાં ભગવાનના રથ સાથે રથયાત્રાના માર્ગ પર કરફ્યૂ અમલી બન્યો હતો. આમ ભક્તોની આસ્થા કામ તો કરી ગઈ. પરંતુ અસ્થમા કયાંક ખોટ રહી ગઈ હોય તેમ લાગે છે. ભક્તોની અસ્થાને વશ થઇ નાથ દ્વારે તો આવ્યા પરંતુ ભક્તો તેમના દર્શનો લાભ ના લઇ શક્ય કે ના પાછી ભગવાનનું સ્વાગત કરી શકયા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સાવ ગયો નથી એટલે સરકાર કોઈ મોટું જોખમ લેવા માગતી ના હતી. લોકોની આસ્થા જળવાઈ રહે અને તેની સાથોસાથ રોગચાળાને મોકો ન મળે તે માટે કેટલીક  શરતોને આધીન રથ યાત્રાને મંજુરી અપાઈ હતી. અષાઢી બીજ એ રથયાત્રા સહિત અનેક ધાર્મિક પ્રસંગોનો અવસર છે. અમદાવાદ સહીત રાજ્યમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસો સાવ તળિયે ગયા છે પરંતુ આ મહામારી સાવ ગઈ નથી. તે તો ઠીક પણ દેશના આઠ રાજ્યોમાં મહામારી નવા સ્વરૂપે દેખાઈ રહી છે. સપ્ટેમ્બર આસપાસના સમયગાળામાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે. આ સજોગોમાં રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે તે નિર્ણય ચોક્કસથી આવકાર્ય છે.

ગુજરાતની જનતા અને ભક્તોએ ભારે સંયમ પૂર્વક દ્વારે આવેલા ભગવાનના દર્શન અને સ્વાગત માટે બહાર નહી નીકળી ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવી છે. ભગવાનની ભક્તિ આસ્થા સાથે હવે પોતાના આરોગ્યનું પણ રક્ષણ પણ કર્યું છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર રથયાત્રા દરમિયાન ભક્તોએ અનિવાર્ય પાને ઘરમાં જ રહેવા આદેશ કરવામાં આવ્યા હતા. એટલે લોકો રથયાત્રાના માર્ગ પર પસાર પણ થઈ શક્યા ના હતા.

ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે આ વર્ષ રોગચાળા વગરનું પસાર થાય એટલે આવતા વર્ષે ‘જય જગન્નનાથ’ના નારા સાથે ભવ્ય રથયાત્રા નીકળે. અને ઉમળકા ભેર નાથનું સ્વાગત કરી શકીએ.