Not Set/ #Jaipur/ શહીદ કર્નલ આશુતોષને રાજકીય સમ્માન સાથે અપાઇ અંતિમ વિદાઇ

આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનાર શહીદ કર્નલ આશુતોષ શર્માને આજે જયપુર સ્થિત તેમના પૂર્વજોના નિવાસ સ્થાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમય દરમિયાન દરેકની આંખોમાં પાણી હતુ. કર્નલ આશુતોષ શર્મા હંદવાડામાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, આ દરમિયાન તેઓ તેમના 4 સાથીઓ સાથે શહીદ થઈ ગયા હતા, […]

India
2902cdb1be96b406de879e3f1a753f90 1 #Jaipur/ શહીદ કર્નલ આશુતોષને રાજકીય સમ્માન સાથે અપાઇ અંતિમ વિદાઇ

આતંકવાદીઓ સામે લડતી વખતે વીરગતિ પ્રાપ્ત કરનાર શહીદ કર્નલ આશુતોષ શર્માને આજે જયપુર સ્થિત તેમના પૂર્વજોના નિવાસ સ્થાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સમય દરમિયાન દરેકની આંખોમાં પાણી હતુ. કર્નલ આશુતોષ શર્મા હંદવાડામાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, આ દરમિયાન તેઓ તેમના 4 સાથીઓ સાથે શહીદ થઈ ગયા હતા, શહીદ કર્નલ આશુતોષ અગાઉ આવા અનેક ઓપરેશનનું નેતૃત્વ કરી ચુક્યાં હતાં. તેમને વીરતા માટે 2 શૌર્ય એવોર્ડ પણ મળ્યા હતા.

6e7eb6a7ce8e0aaffc59eae224c23bca 1 #Jaipur/ શહીદ કર્નલ આશુતોષને રાજકીય સમ્માન સાથે અપાઇ અંતિમ વિદાઇ

શહીદ કર્નલ આશુતોષ શર્માની હિંમતનાં કિસ્સાઓ સાંભળી આજે ભારતને ગર્વ છે. કર્નલની શહાદત પર ઘણી આંખો પાણીથી ભરાયેલી છે. પરંતુ કર્નલનાં પરિવારની હિંમત સમગ્ર દેશ માટે એક દાખલાથી ઓછી નથી, માતા અને પત્નીની આંખોમાં આંસુ નથી અને તેમની દીકરી પણ રડી રહી નથી. પરંતુ તેમને તેમના કર્નલ પુત્ર, તેમના કર્નલ પતિ, તેમના કર્નલ પિતા પર ગર્વ છે.

0d4c59058538d67bc29ed459ffbb90a8 1 #Jaipur/ શહીદ કર્નલ આશુતોષને રાજકીય સમ્માન સાથે અપાઇ અંતિમ વિદાઇ

શહીદ કર્નલ આશુતોષ શર્માની પત્ની પલ્લવી શર્માએ જણાવ્યું હતું કે, આ સમયે હું તેમની બહાદુરીની વાતો સાંભળી રહી છું. મારી આંખોમાં આંસુ નથી, મને તેમના પર ગર્વ છે. મને ગર્વ છે કે હું તેમની પત્ની છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.