Crime/ જમાલપુર: જીજુએ સાળી ઉપર બગાડી નિયત, ઘરમાં એકલી જોઈને કયું એવું કે થઇ પોલીસ ફરિયાદ

અસુરક્ષિત અમદાવાદમાં વધુ એક વાર મહિલાઓ અસુરક્ષિત છે તે સાબિત કરતો કિસ્સો સામને આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સગીરા સાથે છેડતીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચાઓ ફેલાઇ ગઇ છે. ભરચક જમાલપુર વિસ્તારના રિયાઝ હોટેલની પાછળ આ બનાવ બન્યો હતો. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પોતાના ઘરમાં હાજર હતી ત્યારે તેના બનેવીએ ઘરમાં સગીરાનું […]

Ahmedabad Gujarat
836815 harassment 1 જમાલપુર: જીજુએ સાળી ઉપર બગાડી નિયત, ઘરમાં એકલી જોઈને કયું એવું કે થઇ પોલીસ ફરિયાદ

અસુરક્ષિત અમદાવાદમાં વધુ એક વાર મહિલાઓ અસુરક્ષિત છે તે સાબિત કરતો કિસ્સો સામને આવ્યો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સગીરા સાથે છેડતીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચાઓ ફેલાઇ ગઇ છે.

ભરચક જમાલપુર વિસ્તારના રિયાઝ હોટેલની પાછળ આ બનાવ બન્યો હતો. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પોતાના ઘરમાં હાજર હતી ત્યારે તેના બનેવીએ ઘરમાં સગીરાનું એકલતાનો લાભ ઉઠાવીને તેણીના પ્રાઇવેટ ભાગો ઉપર હાથ ફેરવીને છેડતી કરી હતી. બનેવીને ગંદી હરકતોથી બચવા માટે સગીરાએ પોતાનો સ્વબચાવ કરીને તેનાથી પોતાના શરીરને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગભરાઈ ગયેલી સગીરાએ પોતાના ઘરના સભ્યોને સમગ્ર બનાવની જાણ કરતા પરિવારજનો પણ ઘટનાને સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.બનેવીએ કરેલી નાપાક હરકતોને ન ચલાવી લઈને તેને કાયદાનો ભાન કરાવવા માટે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી મૂજફર સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આરોપી મુજફર સૈયદ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…