Not Set/ ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, હુમલામાં એક PSO  શહીદ, એક નાગરિકનું મોત

આ હુમલામાં પીએસઓ સહિત બેના મોત નીપજ્યાં છે. ડાકબંગલામાં બેઠક ચાલી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Top Stories India
flage 9 ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, હુમલામાં એક PSO  શહીદ, એક નાગરિકનું મોત

ડાક બંગલામાં BDCની બેઠક દરમિયાન થયો હુમલો

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ ભાજપના પ્રદેશ સચિવ અને બીડીસીના અધ્યક્ષ ફરીદા ખાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં પીએસઓ સહિત બેના મોત નીપજ્યાં છે. ડાકબંગલામાં બેઠક ચાલી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આતંકીઓ હુમલો કરીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો, પોલીસ અને સેનાના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં આવેલા લોન બિલ્ડિંગમાં આજે કાઉન્સિલર્સની એક બેઠક હતી. બેઠક દરમિયાન આતંકવાદીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ત્યાંના પોલીસના પીએસઓએ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આતંકીઓએ તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો.