Jamnagar/ મુંબઈના મેયર કિશોરી પેડણેકરને ધમકી આપનાર યુવક ઝડપાયો

જામનગરના મેઘપર-પડાણા પોલીસમથકના વિસ્તારમાં આવતા સેતાલુસ ગામના 21 વર્ષીય યુવકે થોડા દિવસો પૂર્વે મુંબઈના મેયરને ફોન પર અયોગ્ય ભાષામાં વાત કરી અને ધાકધમકીઓ આપવા અંગે મુંબઈમાં ફરિયાદ નોંધાતા મુંબઈ પોલીસની એક ટુકડી કોલ ડિટેઇલ પરથી જામનગર દોડી હતી.

Gujarat Others
a 87 મુંબઈના મેયર કિશોરી પેડણેકરને ધમકી આપનાર યુવક ઝડપાયો

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

જામનગર જીલ્લાના એક નાગરિકે ફોન ઉપર મુંબઈ મહાનગરપાલિકાના મેયરને ધમકી આપી હોવાની નોંધાયેલ ફરિયાદ બાદ મુંબઈ પોલીસે જામનગર આવી જે તે શખ્સની ધરપકડ કરી અને મુંબઇ લઇ જવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

જામનગરના મેઘપર-પડાણા પોલીસમથકના વિસ્તારમાં આવતા સેતાલુસ ગામના 21 વર્ષીય યુવકે થોડા દિવસો પૂર્વે મુંબઈના મેયરને ફોન પર અયોગ્ય ભાષામાં વાત કરી અને ધાકધમકીઓ આપવા અંગે મુંબઈમાં ફરિયાદ નોંધાતા મુંબઈ પોલીસની એક ટુકડી કોલ ડિટેઇલ પરથી જામનગર દોડી હતી.

આ અંગે પી.એસ.આઈ.કે.આર.સિસોદિયાએ જણાવ્યું હતું કે જામનગરના સેતાલુસ ગામે વસવાટ કરતા 21 વર્ષીય યુવકને જામનગરથી મુંબઈ ખાતે મુંબઈ પોલીસ દ્વારા લઇ જવામાં આવ્યો છે.તેમજ પ્રાથમિક તપાસ કરતા યુવક માનસિક અસ્થિર હોવાનું લાગી રહ્યું છે.

આ રીતે તે અન્ય લોકોને પણ ફોન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ અંગે મુંબઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે જામનગર પંથક ના નાના એવા ગામ માંથી મુંબઇ ના મેયર ને ફોન પર ધમકી આપ્યા ના કિસ્સાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે.

પોલીસ પાસે ફક્ત મોબાઈલ નંબર હતો અને ટેકનોલોજી દ્વારા પોલીસ મનોજ સુધી પહોંચવામાં સફળ રહી હતી. મનોજને બુધવારે સાંજે પોલીસ અધિકારીઓએ પકડ્યો હતો. હાલ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી અગાઉ જુદી જુદી પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરતી જોવા મળી રહી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો